fbpx
અમરેલી

શ્રીમતી તાપીબેન મો. રૂ.મહેતા બહેરા-મૂંગાની શાળામાં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ

અમરેલી :શુક્રવાર: અમરેલીના લાઠી રોડ વિસ્તાર સ્થિત શ્રી અમરેલી મુક બધીર સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી તાપીબેન મોહનલાલ રૂગનાથ મહેતા, બહેરા-મૂંગા શાળાના વિદ્યાર્થીઓ સાથે રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ નિયોજન હેઠળ 26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓનું મનોબળ વધુ મજબૂત કરવાના પ્રયાસ સાથે અને રાષ્ટ્રીય પર્વના ભાગ રૂપે સંસ્થા એ શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન કરી વિજેતાઓને ઇનામ વિતરણપણ કર્યું હતું જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા.

આ કાર્યક્રમમાં સૌપ્રથમ ધ્વજવંદન સાથે ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન તેમજ ગણતંત્ર દિવસની ગાથાને વર્ણવતા વ્યાખ્યાન કરવામાં આવ્યા હતા. શાળામાં અભ્યાસ કરતા ખાસ બાળકો (મૂંગા-બહેરા) માટે મનોરંજન અને મનોબળને મજબૂત કરવાના હેતુને પ્રાથમિકતા સાથે વિવિધ રમતો જેમ કે લીંબુ ચમચી, સંગીત ખુરશી, દોડ રમાડવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી, રેડ એન્ડ વ્હાઇટ પરિવારના સભ્યો સહીત જાહેર જનતા ઉપસ્થિત રહી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/