fbpx
અમરેલી

ઉમિયા માતાજી મંદિર લીલીયા મુકામે ત્રીજો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના મહત્વના પ્રોજેક્ટ અંધત્વ નિવારણ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) અને શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયા મોટાના ઉપક્રમે તેમજ સુદર્શન નેત્રાલય અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઇના આર્થિક સહયોગથી ત્રીજો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ ઉમિયા માતાજી મંદિર ઉમિયાધામ લીલીયા મોટા મુકામે તા.૦૧-૦૨-૨૦૨૪ ને ગુરુવાર સવારે ૯-૦૦ કલાકે આયોજીત કરવામાં આવેલ હતો.

આ નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું દિપપ્રાગટ્ય શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયા મોટાના પ્રમુખ શ્રી બાબુભાઈ ધામત અને ઉપપ્રમુખ મનસુખભાઈ ગાંગડીયા દ્વારા કરવામાં આવેલ હતું અને તેઓએ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી)ને અંધત્વ નિવારણ અંગેની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી તેમજ આ કેમ્પનો વધુમાં વધુ દર્દીઓએ લાભ લેવા અપીલ કરી હતી.

આ કેમ્પમાં આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાત ડૉ. હાર્દિકભાઈ કાલરીયા  અને તેની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી. જરૂરિયાતમંદ દર્દીઓને સુદર્શન નેત્રાલય અમરેલીમાં લાવીને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી આપેલ છે. નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની ૪,૦૦૦ પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ૧૨૫  આંખ રોગના દર્દીઓએ લાભ લીધો હતો અને ૨૦  દર્દીઓને નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતું. દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગર ચકાસવામાં આવેલ હતા.

આ ઉપરાંત જરૂરિયાતમંદ વ્યક્તિઓની આંખના નજીક તથા દુરના નંબરની તપાસ કરી કેમ્પ સ્થળ ઉપર નંબર પ્રમાણે રાહત ભાવે ચશ્મા બનાવી આપવામાં આવેલ હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી લાયન ક્લબ ઓફ અમરેલી સિટી તરફથી સેક્રેટરી ઋજુલભાઈ ગોંડલીયા, લાયન સાહસભાઈ ઉપાધ્યાય, ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી બાબુભાઇ ધામત, ઉપપ્રમુખશ્રી મનસુખભાઈ ગણેશભાઈ ગાંગડીયા, મંત્રીશ્રી બટુકભાઈ બી. સોળીયા, મગનભાઈ ધામત,  મુકેશભાઈ શેખલીયા, શાંતિભાઈ ધામત, ભુરાભાઈ શેખલીયા, વશરામભાઈ ધામત, ઉકાભાઇ શિળોજા, પી કે શેખલિયા તેમજ સુદર્શન નેત્રાલય તરફથી શ્રી કિર્તીભાઈ ભટ્ટ, શ્રી નિલેશભાઈ ભીલ, પ્રકાશભાઈ આચાર્ય, હિંમતભાઈ કાછડીયા અને તેમની ટીમ તેમજ શ્રી દુષ્યંતભાઈ પારેખ, શ્રી અનિલભાઈ પારેખ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ની યાદી જણાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/