fbpx
અમરેલી

સાવરકુંડલામાં આવતીકાલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ૩૨૪માં નેત્ર નિદાન કેમ્પ યોજાશે.

અહીં શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્યના ધામ સમા ગુરુકુળ સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ હમેશાં અગ્રેસર રહે છે. આ સંદર્ભે સેવાના ધામ સમા સાવરકુંડલા ગુરૂકૂળ ખાતે ૩૨૪ મો વિનામુલ્યે નેત્રમણી સાથે મહાનેત્ર કેમ્પ  યોજાશે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા અને અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ દ્વારા સેવાકીય વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. તે પૈકી તારીખ ૦૨/૦૨/૨૦૨૪ ને શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૨ સમય દરમિયાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ૩૨૪ મો વિનામુલ્યે મહા નેત્રયજ્ઞ નેત્રમણિ સાથેનું આયોજન કરવામાં આવેલ છે.

તો તેનો લાભ લેવા આંખના દર્દીઓને વિનંતી કરવામાં આવે છે  સ્વામિનારાયણ  આ કેમ્પમાં  ઓપરેશન કરવાનું થાય તેવા દર્દીઓએ ચુંટણીકાર્ડની ઝેરોક્ષ નકલ જરૂરથી સાથે લાવવી. ઓપરેશન કરવાના થાય તેવા દર્દીઓને તે જ દિવસે ગુરુકુળ થી બસ દ્વારા વિરનગર લઈ જવામાં આવશે અને ઓપરેશન બાદ સાવરકુંડલા પરત લાવવામાં આવશે. બહોળા પ્રમાણમાં આ કેમ્પમાં લોકો લાભ લે તેવો ગુરૂકૂળ સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પના મુખ્ય દાતા ગૌ.વા. ચંદ્રકાંત રતિલાલ મહેતા હ. નિલેશભાઈ ચંદ્રકાંત મહેતા મુંબઈ છે. કેમ્પના મુખ્ય આયોજક શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા છે. આ કેમ્પના લાભ લેનારા તમામનો તે જ દિવસે સવારના ૭ થી ૯ દરમિયાન સ્થળ પર જ નામ નોંધાવવા આવશે. તો સમયસર હાજર રહેવા પણ અનુરોધ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/