fbpx
અમરેલી

નાગરિકોએ ઈ.વી.એમ, ચૂંટણી પ્રક્રિયા, મતદાન વિષયક માર્ગદર્શન પ્રાપ્ત કર્યુ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અને નાગરિકોમાં મતદાન જાગૃત્તિ વધે તે માટે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અલગ અલગ ગામે ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન યોજાઈ રહ્યું છે. આ અંતર્ગત અમરેલી જિલ્લાના ધારી મુકામે પ્રાથમિક શાળા ખાતે બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બાળ સંસદમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આઇ.ટી.આઇ ઇન્સ્ટ્રક્ટ્રર દ્વારા ઈ.વી.એમ વિષે જાણકારી નાગરિકોને આપવામાં આવી હતી. ઉપરાંત નાગરિકોને ચૂંટણી પ્રક્રિયા વિષયક પણ માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યુ હતુ.

       આ ઉપરાંત ચૂંટણી ફરજ પરના કર્મયોગીઓ મારફત જિલ્લામાં ઇ.વી.એમ રથનું પરિભ્રમણ થઈ રહયું છે.  આ રથ દ્વારા ગ્રામજનોને  ઈ.વી.એમ. વિશેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. ઉપરાંત મતદાન માટેની પ્રક્રિયા અંગે જાગૃત્તિ પ્રસરાવવામાં આવી રહી છે. ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્વીપ એક્ટિવિટીના માધ્યમથી લોકોને ચૂંટણી પ્રક્રિયા અને મતદાન વિષયક માહિતી અને માર્ગદર્શન આપવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/