fbpx
અમરેલી

પ્રજાની સુખાકારીનો પડઘો પાડતું અમૃતકાળનું અમૃત બજેટ તથા ગુજરાતના સામાજિકઅનેઆર્થિક વિકાસની દિશા નિર્ધારીત કરતું પંચસ્તં ભીય બજેટ : કૌશિક વેકરિયા

આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલું વચગાળાનું બજેટ ‘સબકા સાથ, સબકા વિકાસ’નાં સંકલ્પને વધારે મજબૂત બનાવતું બજેટ છે. વિકસિત ભારતનાં ચાર સ્તંભ સમાન યુવાનો, મહિલાઓ, ગરીબો અને અન્નદાતાશ્રીઓનાં સશક્તિકરણને કેન્દ્રમાં રાખી આ બજેટ રજૂ કરાયું છે.

  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં સૂત્ર ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય સંશોધન’ને સાકાર કરતા આ બજેટમાં રિસર્ચ અને ઇનોવેશન માટે 1 લાખ કરોડનાં ફંડની ઘોષણા કરવામાં આવી છે, જે ભારતને સંશોધન ક્ષેત્રે વધુ મજબૂત બનાવવામાં સહાય કરશે.
  • આ બજેટમાં પણ મહિલાઓનાં સ્વાસ્થ્ય અને એમની આત્મનિર્ભરતાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. સર્વાઇકલ કેન્સરનાં રસીકરણને વેગ આપી 3 કરોડ લખપતિ દીદીનો લક્ષ્યાંક અને આશાબહેનોને આયુષ્યમાન યોજનાનો લાભ આપણાં દેશની મહિલાઓને વધુ સશક્ત બનાવશે એનો મને વિશ્વાસ છે.
  • આ બજેટમાં કિસાન સન્માન યોજનાની રકમમાં વધારો કરી, મહિલા ખેડૂતોને પણ પ્રોત્સાહન અપાયું છે.
  • મને કહેતા ખૂબ આનંદ અને ગર્વ થાય છે કે-મોદી સરકારે ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ખાતાઓમાં 34 લાખ કરોડ નાંખી 25 કરોડ લોકોને ગરીબીમાંથી ઉગાર્યા છે.
  • આ બજેટમાં નવા સ્ટાર્ટઅપ માટે ટેક્સ મુક્તિ એક વર્ષ માટે લંબાવી યુવાનોનાં સપનાંઓને નવી પાંખો પહેરાવી છે.
  • આજે રજૂ થયેલું વચગાળાનું બજેટ વિકસિત ભારતનાં સંકલ્પને વેગ આપશે અને આપણાં દેશનાં કરોડો નાગરિકોનાં સપનાં, આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદ કરશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને ગતિ આપનારું આ બજેટ ભારતનાં અમૃતકાળને  ચોક્કસ જ “કર્તવ્યકાળ” બનાવશે !!
  • આ બજેટને હું આવકારું છું અને માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું અને નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીને અભિનંદન પાઠવું છું.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/