fbpx
અમરેલી

સાવરકુંડલા બ્રાન્ચશાળા નંબર ચારના શિક્ષક ડો.તેજલબેનને મોરારીબાપુના અને શિક્ષણમંત્રીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.

સાવરકુડલા શહેરમાં આવેલ બ્રાન્ચ શાળા નંબર ચારના આસિસ્ટન્ટ શિક્ષિકા ડો. તેજલબેન રમેશકુમાર રવીયાને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા સામાજિક પ્રવૃત્તિઓમાં પોતાનું મહત્વનું યોગદાન આપેલું હોવાથી કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિરમાં ચિલ્ડ્રન્સ ક્લબની પ્રવૃત્તિઓ તથા રામાનુજન મેથ્સ ક્લબ સંચાલિત પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ યંગ સાઇન્ટીસ્ટ લેબમાં બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે આ ઉપરાંત તેઓએ શૈક્ષણિક ક્ષેત્રે ઇનોવેશન ફેસ્ટિવલમાં ગ્રામર ગેમ ઝોન, પ્રોપ્સ દ્વારા વાર્તા કથન ,અંગ્રેજી ફ્લેશ કાર્ડ જેવા જુદા જુદા ઇનોવેશન, જીસીઈઆરટી દ્વારા આયોજિત રિસર્ચ રિસર્ચ પેપર કોન્ફરન્સમાં પેપર પ્રેઝન્ટેશન, ઇન્ટરનેશનલ જર્નલ માં રિસર્ચ પેપરો પબ્લિશ થયેલા છે

જુદા જુદા શૈક્ષણિક ક્રિયાત્મક સંશોધનો, ખેલ મહાકુંભ અને કલા મહાકુંભમાં બાળકોની સ્ટેટ લેવલ સુધી ભાગીદારી જુદી જુદી બાહ્ય પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારી માટે મહત્વનું યોગદાન આપેલું જેના અનુસંધાને વિશ્વ વંદનીય પરમ પૂજ્ય મોરારીબાપુ અને ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા શિક્ષણ શેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપનાર શિક્ષકોને  ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કરવામાં આવી રહ્યો છે આ ચિત્રકૂટ એવોર્ડ સમારોહમાં જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ વિછીંયા સાહેબ, તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ, મહામંત્રીઓ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી પામેલા શિક્ષકો તથા તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ચિત્રકૂટ એવોર્ડ દરમિયાન પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું હતું કે આદર્શ શિક્ષક એક વહેતી નદી જેવો છે. જેના મનમાં કોઈ નાતજાતના ભેદભાવ નથી જેના સ્વભાવમાં પ્રવાહિતા છે

સર્વને સમાવી શકે તેવું વિશાળ હૃદય છે સર્વને સમાનભાવે અને નિસ્વાર્થ ભાવે વહેંચવાની નદીવૃત્તિ છે નદી માનવજાતના મેલ શંકાઓ ધુએ દૂર કરે છે. સ્વમાની એટલી કે જયાંથી નિકળી ત્યાં પાછી જાય નહિ ને કવિને કહેવું પડે કે કેવા સંજોગોમાં પર્વતે આપી હશે વિદાય નીજ ઘરથી નિકળી નદી પાછી વળી નથી. નદીને મેં કર્યુ નો કોઈ ભાવ નહીં ને અહંકારનો છાંટો નહિ.મહાસાગરમાં ભળી જવાનુંને પોતાનું અસ્તિત્વ મીટાવી સર્મિપત થઈ જવાનું .માસ્તર ખળખળ વહેતી સરિતા જેવો છે નદીની ઉપમા મળવાથી માસ્તર શબ્દ વધુ ગૌરવવંતો બને છે મારું જો ચાલે તો બાળકોના પ્રિય અને માસ્તર શબ્દને ગૌરવવંતો કરતાં શિક્ષકોનો પગાર બમણો કરી દઉં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/