fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે કબીર ટેકરી આશ્રમ ખાતે અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનુભવ કથન કાર્યક્રમ યોજાયો.આ પ્રસંગે પૂ. કરશનદાસગીરી બાપૂ પણ  ઉપસ્થિત રહ્યા હતા. 

અયોધ્યામાં ભગવાન શ્રીરામ  પુન: પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્યોત્સવ ઉજવાયો. આ સમગ્ર રામ કાર્યમાં જે લોકો તન મન ધનથી જોડાયા તે દરેક રામ ભક્તને અવનવા અનુભવો થયા તે સંદર્ભે આ અનુભવોને વ્યક્ત કરવા માટેનો  એક અનુભવ કથન કાર્યક્રમ અહીં કબીર ટેકરી આશ્રમ ખાતે તારીખ ૪-૨-૨૪ને સાંજે પાંચ વાગ્યે યોજાયો હતો. આ પ્રસંગે વકતાઓએ  ભકતસમુદાય વચ્ચે પોતાના અનુભવો  શેર કર્યા. આ પ્રસંગે કબીર ટેકરી આશ્રમના મહંતશ્રી નારાયણદાસ સાહેબ અયોધ્યા રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી અહીં કબીર ટેકરી આશ્રમ ખાતે પરત ફરતાં તેમના આગમન  સાથે લાવેલ મહાપ્રસાદ સૌ ભક્તગણને સમૂહ ભોજન પ્રસાદ તરીકે આરોગવાનો લ્હાવો પણ પ્રાપ્ત થયો. વિશેષમાં ભગવાન શ્રી રામજીના સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવામાં જેનું યોગદાન હતું તે સૌને પૂ. મહંત શ્રી નારણદાસ સાહેબે હ્રદયથી સત્કાર કર્યો હતો અને પ્રેમભાવે પ્રસાદ ગ્રહણ કરાવ્યો હતો. આ તકે ગદ્ય સાહિત્ય ગ્રુપ અમરેલી પણ ઉપસ્થિત રહીને પૂ. નારાયણદાસ સાહેબનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ સાથે કબીર ટેકરીના મહંત શ્રી નારાયણદાસ સાહેબ અયોધ્યા જઈને પરત આવી ગયા  એમના અનુભવોનું શ્રવણ પણ ભાવિકો દ્વારા ધ્યાનથી કરવામાં આવેલ.આ સાથે ઉપસ્થિત તમામે અયોધ્યાથી લાવેલ પ્રસાદનો પણ લાભ લીધો. આ પાવન પ્રસંગે  બહોળી સંખ્યામાં ભાવિકજનોએ ઉપસ્થિત રહીને આ શુભ પ્રસંગને માણ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/