fbpx
અમરેલી

સાવરકુંડલાના ખાતે નૂતન કેળલણી મંડળ સંચાલિત શ્રી જે. વી મોદી હાઈસ્કૂલના શિક્ષકો સાયન્સ શિક્ષકો હરેશભાઈ ગુજરાતી અને સાવજ નીતિનભાઈ ભૂજ ખાતે યોજાયેલ બે દિવસની બીએસઆઈની ટ્રેનીંગમાં જોડાયા 

દિલ્હી અંતર્ગત બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ  ગુજરાત રાજ્યના રાજકોટ શાખા કાર્યાલય  દ્વારા કચ્છ ભુજમાં બે  દિવસની (બીઆઈએસ)  તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બીઆઈએસના ડાયરેક્ટર પ્રમોદકુમાર તિવારીએ બીઆઈએસ વિશે ગુજરાતમાંથી આવેલા ૪૦ વિજ્ઞાન તાલીમાર્થીઓને શિક્ષકોને બીઆઈએસ વિશે પ્રાથમિક માહિતી આપી હતી. જેમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની જે.વી મોદી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા સાયન્સ શિક્ષક ગુજરાતી હરેશભાઈ અને સાવજ નીતિનભાઈ એમ બંને શિક્ષકોને ભુજ ખાતે બીએસઆઈ  ટ્રેનિંગમાં મોકલવામાં આવ્યા હતા. બે દિવસની તાલીમ પ્રથમ દિવસે બીએસઆઈના વૈજ્ઞાનિકો દ્વારા બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ વિશે પ્રાથમિક માહિતી ,તેનું મહત્વ, આઈએસઓ  સર્ટિફિકેટ, વગેરે વિશે ઝીણવટપૂર્વક માહિતી આપી હતી. આઈએસઓ. સર્ટિફિકેટ  માટે સ્ટાન્ડર્ડ કયા કયા ધ્યાનમાં રાખવા તે વિશેની તાલીમ આપવામાં આવી હતી. સ્કૂલ કક્ષાએ સ્થાપેલ સ્ટાન્ડર્ડ ક્લબમાં વિદ્યાર્થીઓને કેવી રીતે બીઆઈએસ  પ્રાથમિક માહિતી મળે અને તે માટેની પ્રવૃત્તિઓની પણ જાણકારી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી.

આ તાલીમ અંતર્ગત ભુજમાં આવેલી પાનાસોનિક એન્કર વાયર્સ એન્ડ કેબલ બનાવતી કંપનીમાં વાયર અને કેબલ કઈ રીતે બનાવવામાં આવે છે. આઈએસઓ.ના ક્યાં કયા સ્ટાન્ડર્ડ ધ્યાનમાં રાખવામાં આવે છે. એની પણ કંપનીના સ્ટાફ દ્વારા માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં બંને સાયન્સ શિક્ષકોને હરેશભાઈ ગુજરાતી તથા નીતિનભાઈ સાવજને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.  આ તાલીમ અંતર્ગત જે.વી મોદી હાઈસ્કૂલમાં સ્ટાન્ડર્ડ ક્લબ આપવા માટે અમરેલી જિલ્લાના ઓફિસર જરુ વિજયસર અને અરમાનસિંઘસર  ,પ્રહલાદસર  નું જે.વી મોદી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જોશી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/