fbpx
અમરેલી

દેવા કરતા દયા રાખવા નું પણ શાસકો ભૂલ્યા અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એ BPL સર્વે પાલિકા ના C.O ને સ્પષ્ટતા તાકીદ કરી પણ દામનગર શહેર માં પાલિકા તંત્ર એ ગરીબી હટાવો ના બદલે ગરીબો ને હટાવી દેવા ની નીતિ અપનાવી

દામનગર શહેર માં પાલિકા તંત્ર એ ગરીબી હટાવો ના બદલે ગરીબો ને હટાવી દેવા ની નીતિ અપનાવી રાજ્ય સરકાર ની અને કેન્દ્ર સરકાર ની હજારો યોજના હોવા છતાં એક પણ યોજના નો લાભ દામનગર શહેર ના લાભાર્થી ને મળે તેવા પ્રયાસ પણ ન કર્યો NCP ના શાશન માં દામનગર શહેર માં પ્રધાનમંત્રી આવાસ યોજના ના ફેઝ ૧ માં ૧૨૫ ફેઝ -૨  ૧૨૩ મળી અઢી સો મકાન મંજુર થયા પણ છેલ્લા ત્રણ વર્ષ થી ભાજપ નું શાશન આવ્યું એકપણ આ આવાસ યોજના નું મકાન મંજૂર કરાયું નથી ૧૫૦ થી વધુ પ્રધાનમંત્રી આવાસ યોજના ની દરખાસ્ત નિકાલ કરવા ના બદલે આર્થિક અપેક્ષા રાખી નતનવા તૂત ઉભા કરાય રહ્યા છે અંગે જિલ્લા કલેકટર ની અધ્યક્ષતા માં સંકલન માં પણ આ પ્રશ્ને રજુઆત કરાય છે

છેલ્લા ૧૫-૨૦ વર્ષ થી BPL સર્વે કરાયો નથી પાલિકા ના ટપાલ દફતરે ઇનવોર્ડ  થયેલ ૬૫૦ ગરીબ પરિવારો ની નામ સમાવેશ કરવાની માંગ કરી હતી તે સંદર્ભ માં દામનગર નગરપાલિકા એ ગત ૨૬/૦૮/૧૯ જા નં એસ્ટા ૬૯૮/૨૦૧૯ થી ગ્રામ વિકાસ એજન્સી અને લાઠી મામલતદાર ને પત્ર પાઠવી ૬૫૦ અરજ નું શુ કરવું ? તેવુ અવલોકન માગ્યું હતું .જિલ્લા કલેકટર શ્રી અમરેલી જાવક નં ૩૨૧ તા.૨૧/૦૫/૨૨ તેમજ  જિલ્લા ગ્રામ વિકાસ  ના તા.૧૯/૧૨/૧૯ ના નં જગવ / બી પી એલ/ વશી/૧૯/૯૭૮ તેમજ તા.૦૨/૦૭/૨૨ નં જગવ/ બી પી એલ/ વશી/૪૩૬/૨૨ થી ચીફ ઓફિસર દામનગર ને સ્પષ્ટ તાકીદ કરી BPL સર્વે પાલિકા એજ કરવાનો હોય તેમ છતાં પાલિકા તંત્ર  BPL સર્વે શુ કામ નથી કરતું ? તેને ગરીબો પ્રત્યે આટલી બધી નારાજગી કેમ ? સરકાર ગરીબો માટે કેટલીય બજેટ જોગવાઈ કરી છેવાડા ના માનવી સુધી લાભ પહોંચાડવા પ્રત્યનશીલ છે ત્યારે સ્થાનિક સત્તાધીશો દેવા કરતા દયા પણ ભૂલી રહ્યા છે

દરેક યોજના ઓમાં લાભાર્થી ઓ માટે માપદંડ ફરજિયાત BPL કરાયો છે પણ પાલિકા ને ગરીબો પ્રત્યે કોઈ હમદર્દી નથી છેલ્લા ૧૯ વર્ષ થી દામનગર શહેર માં કોને કુટિર જ્યોતવીજ  કનેક્શન વૃદ્ધ પેન્શન સંકટ મોચન કુંવરબાઈ મામેરું રામબાઈ સાતફેર સાત ફેરા સમૂહ લગ્ન કે શહેરી ગરીબ ને મફત પ્લોટ કે આવી રાજ્ય કે સરકાર સરકાર ની હજારો  કલ્યાણકારી યોજના ના લાભ મળ્યા ? ભ્રષ્ટાચાર માં ગળાડૂબ પાલિકા શાસકો એ ગરીબી હટાવવા નહિ પણ ગરીબો નેજ હટાવવા માં રસ છે વિકાસ ના નામે પેવર બ્લોક ની દુકાનો માં રચ્યા પચ્યા નેતા પોતા ના અંગત લાભ માટે ગમે તે હદ સુધી જઈ રહ્યા છે  સાથે સરકારી યોજના ના લાભ ગરીબો ને વંચિત રાખવા નું મહાપાપ કરી રહ્યા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/