fbpx
અમરેલી

ગ્રામ સ્વરાજ મંડળ તરફથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટને ટ્રેકટરની ભેટ.

રાજકોટ ગ્રામ સ્વરાજ મંડળ તરફથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટને ટ્રેકટરની ભેટ.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વરા સમગ્ર સૃષ્ટિની પ્રકૃતિની રક્ષા માટે વરસાદી પાણી બચાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ચેકડેમ રિપેર, ઊંચા, ઉંડા કરવા અને નવા બનાવવાનું કાર્ય પૂરજોશમાં થઈ રહ્યું છે. જેના થકી અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં ૧૨૮ થી પણ વધુ ચેકડેમ નવસાધ્ય કરવામાં આવ્યાં છે. તથા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

ચેકડેમના કાર્ય માટે ટ્રેક્ટર અને જેસીબી જેવા સાધનો ટ્રસ્ટ દ્વારા ભાડેથી મેળવવામાં મુશ્કેલી પડતી હોઈ છે તેના હિસાબે આ કાર્યમાં વિલંબ થતો હોઈ છે. આ વાતને ધ્યાનમાં રાખીને ચેકડેમના વિવિધ કામ માટે ખૂબ જ ઉપયોગી એવા ટ્રેક્ટર નું અનુદાન ગીરગંગા પરિવાર ટ્રસ્ટને ગ્રામ સ્વરાજ મંડળ પારડી ધીરુભાઈ ધાબલીયા દ્વારા કરવામાં આવ્યું. વર્તમાન સમયમાં ખુબજ ઉપયોગી આ સેવા-કાર્યમાં હાજર રહેલા મહાનુભાવોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ અને સમાજમાં સૌથી ઉત્તમ જો કોઈ કાર્ય હોઈ તો વરસાદી સુધ્ધ પાણી બચાવવું અતિસય જરૂરી છે

તેવું દરેક લોકો સમજીને આ કાર્યમાં જોડાય તેવું ગ્રામ સ્વરાજ મંડળ પારડીના ધીરુભાઈ ધાબલીયાએ જણાવેલ છે.આ પ્રસંગે નામાંકિત ઉદ્યોગપતિઓ અને સમાજશ્રેષ્ઠીઓ સર્વશ્રી ગીરગંગા પરીવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દીનેશભાઈ પટેલ, જમનભાઈ પટેલ(ડેકોરા બિલ્ડર), પ્રતાપભાઈ પટેલ (ટર્બો બેરીંગ). શિવલાલભાઈ આદ્રોજા, ગોપાલભાઈ બાલધા, સતીષભાઈ બેરા, કિશોરભાઈ કાથરોટિયા, મનીષભાઈ માયાણી, દર્શનાબેન પટેલ(ડેકોરા ગૃપ), ટુર્વિકલબેન બેરા, શોભનાબેન કાથરોટિયા, જીતેન્દ્રભાઈ પટેલ, ગોરધનભાઈ સાટોડીયા, આર.એસ. ગઢીયા સાહેબ, વલ્લભભાઈ વડાલીયા, વલ્લભભાઈ વરમોરા, દીનેશભાઈ પરસાણા, રમણીકભાઈ, વજુભાઈ ધોલરિયા, હશમુખભાઈ, મનસુખભાઈ હદવાણી, પી.યુ.રાવલ, ડૉ. હશુભાઈ જાની, મોહનભાઈ જોશી, વિનોદભાઈ ભટ્ટ, રણજીતસિંહ ઝાલા, તેમજ અન્ય નિવૃત અધિકારીઓ ઉપસ્થિત રહીને આ શુભકાર્યનાં સાક્ષી બનેલ હતા. તેમજ ગીરગંગા પરીવાર ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા આ ટ્રેક્ટરની ભેટ સ્વીકારવામાં આવેલ હતી.સંસ્થા, જળ-જમીન, જંગલ, જનાવર અને જન-જન માટે ૨૦૨૩ના જલ પ્રહરી એવોર્ડથી સન્માનીત થયેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/