fbpx
અમરેલી

અમરેલી જીલ્લા ભાજપ દ્વારા તા. ૧૦ તથા ૧૧ ફેબ્રુઆરીના રોજ “ ગાંવચલો અભિયાન” દ્વારા વિશાળ સંપર્ક અભિયાન

છેલ્લા ૧૦ વર્ષમાં માનનીય વડાપ્રધાનશ્રી  નરેન્દ્રભાઈ મોદીના  નેતૃત્વ  હેઠળની  ભારતીય જનતા પાર્ટી ની સરકારે  ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ,આંતરિક સુરક્ષા,બાહ્ય સુરક્ષા,સંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા  સહીત વિકાસના તામામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેનો દ્રષ્ટિકોણ અને કેન્દ્ર  સરકાર દ્વારા થયેલ વિકાસના  કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઇ જઈને અને  પ્રજાનો વિશ્વાસ કેળવીને ૨૦૨૪ની  આગામી લોકસભાની ચૂટણીમાં પુનઃ સમર્થન  મેળવવાનો છે.

            ઉપરોક્ત કાર્યોને પૂર્ણ કરવા માટે ,કેન્દ્રની  યોજના અનુસાર : “ગાંવ ચલો અભિયાન” શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,જેમાં ૭ લાખ ગામો શહેરી વિસ્તારના તામામ બુથોમાં એક-એક કાર્યકર્તાને જવાબદારી નિશ્ચિત કરીને રાત્રી રોકાણ સહીત ૨૪ કલાક એ કાર્યકર્તાઓને સોપેલ ગામ/બુથમાં ‘પ્રવાસી કાર્યકર્તા’ તરીકે જશે.

આ અભિયાન અંતર્ગત દેશ અને રાજ્યના તામામ ભાજપના આગેવાનો પ્રવાસી કાર્યકર્તા તરીકે ગામડે જશે. ગુજરાતના માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહીત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી.આર. પાટીલ સહીત પ્રદેશના તામામ આગેવાનો મંત્રીઓ તથા પદાધિકારીઓ તથા સાંસદશ્રીઓ તથા ધારાસભ્યો સહીત તમામ ભાજપના નેતાઓ જોડાશે. અમરેલી જીલ્લામાં પણ  ઈફકોના ચેરમેન તથા પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી વિઠ્ઠલપુર ખંભાળિયા ગામે ,નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા સરંભડા ગામે,ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા જુના સાવર ગામે,ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી જાફરાબાદ શહેરના બુથમાં, ધારાસભ્યશ્રી  જે.વી. કાકડિયા ચલાલા શહેરના બુથમાં, ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા ધ્રુફણીયા ગામે  તથા જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયા હરસુરપુર દેવળીયા ગામે જશે.

            આ અભિયાનને સફળ બનાવવા માટે અમરેલી જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા સ્તરની એક કાર્યશાળા તથા જીલ્લા પંચાયત સીટ તથા નગરપાલિકાદીઠ એક-એક કાર્યશાળાઓનું એમ કુલ  ૪૩ કાર્યશાળાઓનું સફળ આયોજન  કરવામાં આવ્યું હતું.

            આજ રોજ સુધીમાં આ અભિયાન અંતર્ગત જનાર પ્રવાસી કાર્યકર્તાઓને પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલી કીટ પણ પહોચાડી દીધેલ છે. આ અભિયાન અંતર્ગત અમરેલી જીલ્લામાં કુલ ૭૬૮ પ્રવાસી કાર્યકર્તાઓ ગામડામાં તથા ૨૩૪ પ્રવાસી કાર્યકર્તા શહેરમાં જશે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ૯૦૦ સ્થાનિક ગ્રામ સંયોજક તથા ૨૧૭ શહેરી સ્થાનિક સંયોજક  જહેમત ઉઠાવશે.

            તારીખ -૧૦ ફેબ્રુઆરીના રોજ માનનીય પ્રધાન મંત્રીશ્રી  નરેન્દ્રભાઈ  મોદી સાહેબના લાભાર્થી સંમેલનના કાર્યક્રમ બાદ તામામ કાર્યકર્તાઓ પોતાને આપવામાં આવેલ ગામમાં પ્રસ્થાન કરશે. આ ગામમાં રાત્રી રોકાણ સાથે ૨૪ કલાક રોકાઈ ભાજપ સંગઠન દ્વારા આપવામાં આવેલ બુથ સમિતિ,પેજ સમિતિ, વિશેષ સંપર્ક,લાભાર્થી સંપર્ક,વિવિધ જ્ઞાતિના આગેવાનોનો સંપર્ક તથા ઘર  ઘર સુધી મતદારોનો સંપર્ક કરી છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રીશ્રી  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ માં ચાલતી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા  કરવામાં આવેલા લોકહિત ના કાર્યો ની વાત કરશે.

            આ અભિયાન પૂર્ણ થયા પછી લોકસભા ચુંટણી સુધી દર ૧૫ દિવસે સોંપાયેલા ગામ અને શહેરી વિસ્તારના બુથમાં આ પ્રવાસી કાર્યકર્તા મુલાકાત લેશે.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/