fbpx
અમરેલી

લાયન્સ ક્લબ ઓફઓમરેલી રોયલ ના પદાધિકારીઓ દ્વારા સારહી યુથ ક્લબ સંચાલલત રાહત દરે ચાલતી સારહી પેથોલીજી લેબોરેટરી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ ના પદાધિકારીઓ દ્વારા સારહી યુથ ક્લબ સંચાલિત રાહત દરે ચાલતી સારહી પેથોલોજી લેબોરેટરી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.અમરેલી શહેરમાં સેવાનું સરનામું એટલે સારહી યુથ ક્લબ અને તેના દ્વારા થતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ અને આ પ્રવૃત્તિ ઓમાની યશ કલગી સમાન પ્રવૃત્તિ એટલે મુકેશભાઈ સંઘાણી ના માર્ગદર્શન થી ચાલતી રાહત દરે પેથોલોજી લેબોરેટરી આ લેબોરેટરી ની સ્થાપના બે- વર્ષ પુરા થયા અને ૫૦ રૂપિયાથી લઇ ને હજારો રૂપિયામાં થતા લેબોરેટરી ટેસ્ટ આહી ૫૦% જેટલા રાહતદરે કરવામાં આવેછે જે અમરેલીમાં દાખલ જરૂરિયાત મંદ દર્દીઓ માટે આશીર્વાદ સમાનછે. આ લેબોરેટરીમાં આજ દિન સુધીમાં અંદાજીત ૧૨૦૦ જેટલા દર્દીઓ એ લાભ લીધો છે.

અને તેને લાખો રૂપિયા નો આર્થિક ફાયદો કરાવવાનું ઉતમ કાર્ય મુકેશભાઈ સંઘાણી અને તેની સંસ્થા દ્વારા કરવામાં આવે છે તે જાણી ખુબજ ગૌરવની લાગણી થઇ તથા આજ સંસ્થા દ્વારા મેડીકલ ના સાધનો જેવાકે પલંગ, વોટરબેડ, વિહલચેર, વોકીંગસ્ટીક વગેરે જેવા સાધનો દર્દીઓને ધરે વાપરવા માટે વિનામૂલ્યે આપવામાં આવે છે તે જાણીને પણ આનંદ થયો લોકો સેવાની આ સરવાણી કાયમી વહેતી રહે તેવી શુભકામના સાથે લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ ના સેક્રેટરી શ્રી લા.ધર્મેશ વિસાવળીયા ખજાનચી શ્રી લા. વિજય વસાણી તેમજ સભ્યો શ્રી લા.રાકેશ નાકરાણી,લા.સંજય ભેસાણીયા,લા.હિતેશ બાબરીયા,લા.સંજય જી.રામાણી લા.દિપક ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/