fbpx
અમરેલી

શનિવારે અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોના લાભાર્થીઓનો પ્રધાનમંત્રીશ્રીની ગરિમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાશે

સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાપંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂતનો કાર્યક્રમ આગામી તા.૧૦ મી ફેબ્રુઆરીનાં રોજ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજયમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ/ખાતમુહૂત કરાવવાના છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી પી.એમ.એ.વાય ગ્રામીણ તથા શહેરી આવાસના લાભાર્થીઓ સાથે ટુ વે સંવાદ કરશે. સમગ્ર રાજયની સાથે અમરેલી જિલ્લાના તાલુકાઓમાં પણ આવાસ યોજનાના મકાનોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. તા.૧૦ મી ફેબ્રુઆરીના રોજ અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં યોજનાર કાર્યક્રમમાં ૯૧૨ લાભાર્થીઓના આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાપંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના મકાનનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં આ યોજનાના લાભાર્થીઓ પ્રતિભાવ રજૂ કરશે તેમજ લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવશે.

    આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના અમરેલી-કુંકાવાવ-વડિયા મતવિસ્તારના ૨૭૮ આવાસોનું લોકાર્પણ થશે. લાઠી-બાબરા મતવિસ્તારના ૨૧૧ આવાસોનું લોકાર્પણ થશે. બગસરા-ધારી-ખાંભા મતવિસ્તારના ૧૬૭ આવાસોનું લોકાર્પણ થશે. રાજુલા-ખાંભા-જાફરાબાદ મતવિસ્તારના ૧૬૦ આવાસોનું લોકાર્પણ થશે. જ્યારે સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ૧૨૬ આવાસોનું લોકાર્પણ આ સમારોહમાં થવાનું છે.

    આ કાર્યક્રમ  અંતર્ગત ધારીની દામાણી હાઈસ્કુલ ખાતે ધારીબગસરાખાંભા વિધાનસભા મતવિસ્તારનો કાર્યક્રમ યોજાશે. ખેડૂત તાલીમ ભવન અમરેલી ખાતે અમરેલીકુંકાવાવ-વડિયા વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાશે. લાઠી એપીએમસી ખાતે લાઠી-બાબરા વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાશે. જ્યારે સાવરકુંડલા એપીએમસી ખાતે સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓનો સમારોહ યોજાશે. રાજુલા એપીએમસી ખાતે રાજુલાજાફરાબાદખાંભા વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાશે. તમામ કાર્યક્રમનો પ્રારંભ તા. ૧૦ ફેબ્રુઆરી૨૦૨૪ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે થશે. આ કાર્યક્રમમાં વિધાનસભા મતવિસ્તાર દીઠ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા તમામ લાભાર્થીઓ તથા આમ જનતાને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીની એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/