fbpx
અમરેલી

એક તો આ માઘ નવરાત્રી પર્વ અને ઠંડી ગાયબ,  લાગે છે તો એવું કે કોઈની બુરી નજર પર્યાવરણ પર પડી  છે..!! 

આમ તો આ શિયાળાના  પોષ અને મહા મહિનો એટલે ઠંડીની પૂરબહાર મૌસમ. પરંતુ  કોની બુરી નજર પડી આ મૌસમી ઋતુઓની આજે તો જાણે ઉનાળા જેવું વાતાવરણ લાગે છે. હજુ ત્રણ પહેલાં જ સ્વિત્ઝર્લેન્ડની એક હિમપર્વતની તસવીરો અખબારી માધ્યમમાં પ્રસિદ્ધ થઈ હતી. બરફથી ઢંકાયેલી એ પર્વતોનો રંગ શ્ર્વેત ને  બદલે સોનેરી લાગતો હતો. સહરાનાં રણમાં આવેલી આંધીને કારણે હજારો કિલોમીટર દૂર આ પર્વતો પર રેતીના કણો છવાઈ ગયા હતાં અને પરિણામે આ પર્વતોનો રંગ સોનેરી લાગતો હતો.. આમ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય બદલાવ હવે ખૂલી નજરે દેખાઈ રહ્યો છે. આજે તો આ પોષ અને મહા મહિનાનાં સમય કાળમાં શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે કેવી કેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ તે પણ ખરેખર રોચક છે. જો કે સાંપ્રત સમયમાં ધીમે ધીમે લોકોમાં સ્વાસ્થ્ય સુરક્ષા પ્રત્યે જાગૃતિ આવતી જાય છે. આપણી જીવનશૈલી હવે એવી પ્રમાદી થઈ ગઈ છે કે આપણે સ્વાસ્થ્યની વિશેષ તકેદારી રાખવી પડશે.આમ તો શિયાળો એટલે શરીર સૌષ્ઠવ અને સ્વાસ્થ્ય કેળવવા ની શ્રેષ્ઠતમ ઋતુ. એમા પણ આ પોષ માસની કડકડતી ઠંડી.. વહેલી સવારમાં બ્યૂગલોને સંગ અખાડામાં અંગ કસરતના દાવો કરી શરીરને મજબૂર અને ખડતલ બનાવવાનો શ્રેષ્ઠ સમય.  જેને આધુનિક યુગમાં બોડી બિલ્ડીંગ જેવા રૂપાળાં નામથી ઓળખવામાં આવે છે તે સમય.

  જ્યારે સમગ્ર જનજીવન નીંદ્રાધીન હોય ત્યારે શરીર સંવર્ધનની આ પ્રક્રિયા ખૂબ જ સ્વાસ્થ્યપ્રેરક બની રહે છે. એમાં પણ માઘ સ્નાન એ અતિ ઉત્તમ સમજવામાં આવે છે. આ વિધીમાં વહેલી સવારે જ્યાં નદીના નીર વહેતાં હોય તેવાં ખુલ્લાં આકાશમાં ઠંડી અને ચંદ્રના કિરણોથી લથબથ થયેલાં એ વહેતાં શીતળ નીર માં સ્નાન કરી અને અબોટ વસ્ત્રો પહેરીને પોતાના નિવાસસ્થાને પાછું ફરવાનો લ્હાવો કંઈક અનેરો હોય છે. જોકે જ્યાં નદીનું અસ્તિત્વ ન હોય ત્યાં માનસી નદી સમજી. આખી રાત ખુલ્લાં માટીના માટલાંમાં પવિત્ર મનથી જળ ભરીને ખુલ્લા ગગન તળે રાખવામાં આવે છે. સમગ્ર રાતમાં શીતળ થયેલાં પાણીથી મનમાં પવિત્ર ભાવ રાખી વહેલી સવારે ખુલ્લા આકાશ મધ્યે સ્નાન કરવામાં આવે છે. આ માઘસ્નાનનો મહિમા આપણાં પ્રાચીન શાસ્ત્રમાં ખૂબજ પૂણ્યપ્રદ માનવામાં આવે છે. અને આ સ્નાનની વિધિ શાસ્ત્રોક્ત રીતે સમગ્ર માસ સુધી કરવામાં આવે તો પણ શરીર સ્વાસ્થ્ય અને પૂણ્યપ્રદ સમજવામાં આવે છે અને શિયાળામાં બનાવવામાં આવતાં વસાણાંની મજા પણ કંઈક ઓર હોય છે. આ ઋતુમાં પકવાન, અડદિયા, ગુંદરપાક, મેસુબ કે ફણગાવેલાં કઠોળ ખાવાથી શરીરને ખાસ્સું અનેરું આરોગ્ય પ્રાપ્ત થાય છે. આમ તો માનવ શરીર કુદરતી વાતાવરણને અનુકૂળ થવા ટેવાયેલા હોય છે. અને એટલે જ આપણે ઘણાં તપસ્વીઓ ને ખુલ્લા ડીલે તપસ્યા કરતાં જોયાં હોય છે. આમ પણ કુદરતી રીતે જીવવું એ પણ સંસાર ચક્રનો નિયમ છે. આપણે કદી પણ કોઈ પશુ કે પક્ષીઓને કે કોઈ અન્ય જીવ સૃષ્ટિ સમાવીને આવરણો સમેત નિહાળી છે. નહીં ને, એ ખુલ્લાં ગગન તળે બસ માત્ર એકબીજાંની હૂંફ વડે પણ સ્વસ્થ રીતે જીવતાં જોયાં છે ને? આ તો કાળા માથાનો માનવી જ છે જેણે કુદરતના આ કરીશ્માને અવગણીને વિવિધ વસ્ત્રોની શોધ કરી અને પોતાની માફક જીવવાનું શરૂ કર્યું. બાકી તો આપણાં ગીતોમાં પણ શિયાળાનું મહત્વનું અનેરું આકર્ષણ છે.

  ” આવ્યો શિયાળો ઠંડી લઈને, ગોદડિયાળી બંડી લઈને” જેવાં બાળકાવ્યો બાળમાનસ પર શિયાળાની થતી અસરો અંકિત કરતાં જોવા મળે છે. અને હા, આ કહેવાતા સોફિસ્ટીકેટેડ સમાજ જે આજના આધુનિક જીમમાં જઈને જે શારીરિક અને માનસિક ઊર્જા પ્રાપ્ત કરે છે તેનાથી દસગણી ઊર્જા આપણને આપણા પ્રાચીન ઢબના અખાડામાં પ્રાપ્ત થતી હોય છે. એ નિમિત્તે પણ શરીરનું આરોગ્ય જળવાતું હોય તો તેમ પણ આપણે જાપાન, કોરિયા કે ચીનની જેમ શારીરિક તંદુરસ્તી પ્રાપ્ત કરી શકીએ…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/