fbpx
અમરેલી

આગામી શનિવારે ખોડિયાર જયંતિ નિમિતે સાવરકુંડલા હાથાઆંબાની ખોડિયાર આશ્રમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

સાવરકુંડલા નાવલી નદી કાંઠે ડેમ પાસે આવેલ સુપ્રસિધ્ધ હાથા આંબાની ખોડિયાર મંદિરે આગામી તારીખ ૧૭-૨-૨૪ને શનિવાર મહાસુદ આઠમના દિવસે ભગવતી જોગમાયા ખોડીયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ જન્મ જ્યંતીની પરમ પૂજ્ય મહંત રામદાસ બાપુના સાનિધ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે આ તકે ખોડિયાર માતાજીનું પૂજન, અર્ચન, ધ્વજારોહણ, યજ્ઞ, મહાઆરતી, સમૂહ મહાપ્રસાદ, બીડું હોમ, ધર્મસભા, સંત મિલન વગેરે ધાર્મિક કાર્યક્રમોની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. ભાવનગર પંથકમાં રોહિશાળા નામના નાનકડા ગામમાં આદ્યશક્તિમા ખોડિયારનું પ્રાગટય સ્થાનક છે વિક્રમ સંવત ૮૩૬ આઠસો છત્રીસ મહાસુદ આઠમના દિવસે ખોડિયાર માતાજીનો અવતરણ દિવસ મનાય છે.

આ નાનકડા ગામમાં પશુપાલક મામડિયો ચારણ રહેતો હતો .ચારણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ મહાદેવે તેને આઠ સંતાનો આપી તેનું વાંઝિયાપણું દૂર કર્યું હતું સાત બહેનો અને એક ભાઈએ અહિંયા પારણામાં જન્મ લીધો હતો. સૌથી નાનીબેન એ જોગમાયા ખોડિયાર છે માતાજી ખોડિયાર કળિયુગમાં સાક્ષાત પરચાધારી છે સૌની મનોકામના પૂરી કરનાર માતાજી છે દરવર્ષે મા ખોડિયારની જન્મજયંતિ ખૂબ ધામધૂમથી અને ભક્તિભાવથી સાવરકુંડલા હાથાઆંબાની ખોડિયાર મંદિરના સેવકો અને સ્થાનીકો દ્વારા ઉજવવામાં આવે છે આ વર્ષે પણ તારીખ ૨૭-૨-૨૪ ને શનિવાર મહાસુદ આઠમના દિવસે ભાવિક ભક્તો  ખોડિયાર જયંતિની ઉજવણી કરી માતાજીની કૃપા અને આશીર્વાદ મેળવશે તેમ આશ્રમ મહંત પૂજ્ય રામદાસ બાપુએ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/