fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરની હેડ પોસ્ટ ઓફિસ છેલ્લાં ઘણાં દસકાઓથી  પોતાની ઘરની ઈમારતની રાહ જોઈ રહી છે!! સાવરકુંડલા હેડ પોસ્ટ ઓફિસ હાલ ભાડાના વર્ષો પુરાણાં મકાનમાં આવેલી છે..આ ઈમારત પણ હવે મેજર રીપેરીંગ માગે છે. 

આમ તો સાવરકુંડલા શહેરની હેડ પોસ્ટ ઓફિસ એટલે આમ જનતા માટે સંદેશાવાહક અને નાણાંકીય લેવડ દેવડનું સુલભ માધ્યમ. આ પોસ્ટ ઓફિસમાં  લોકો પોતાની ફિકસ ડિપોઝીટનું વળતર, રજિસ્ટર્ડ લેટર, મની ઓર્ડર કે પોસ્ટને લગતી ઘણી બાબતો માટે પોસ્ટ ઓફિસની મુલાકાત લેતાં જોવા મળે છે.જો સાવરકુંડલા શહેરની હેડ પોસ્ટ ઓફિસને પોતાની સગવડતાસભર ઈમારત હોય તો આવા ઘણાં પ્રશ્નો નિવારી શકાય તેમ છે અને લોકોને પણ એક સુવિધાસભર અદ્યતન ઈમારતની સગવડ મળી શકે. આમ તો અમરેલી જિલ્લાની ઘણી પોસ્ટ ઓફિસને પોતાની સ્વતંત્ર ઈમારતો છે. દેશ જ્યારે બેંકિંગ ક્ષેત્રે ક્રાંતિકારી સુધારાઓ કરી રહી હોય અને પોસ્ટ વિભાગ પણ હવે બેંકિંગ ક્ષેત્ર જેવું કાર્ય કરી રહી હોય લોકોનો પોસ્ટ ઓફિસ ખાતે વધારે ધસારો જોવા મળે તે પણ સ્વાભાવિક છે.

  જો કે આ સંદર્ભે અમરેલી જિલ્લાના સાંસદે અને સાવરકુંડલા ધારાસભ્યે પણ તાકીદે પોસ્ટ વિભાગમાં જોરદાર રજૂઆત કરવી જોઈએ તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. જો કે હાલ પોસ્ટ ઓફિસ જ્યાં કાર્યરત છે તે નગરપાલિકાના ભાડાના મકાનમાં કાર્યરત છે. આ ઈમારતનું પણ ખાસ્સી મરમ્મત માંગે છે. સબ પોસ્ટ માસ્તર જયા બેસે છે તે ઓફિસ ઉપર પણ સ્લેબના ગાબડાં જોવા મળે છે તો વળી જ્યાં પોસ્ટ વિભાગના કર્મચારીઓ પોસ્ટ સંદર્ભે કામગીરી કરે છે તે જગ્યાએ પણ સ્લેબના ગાબડા દેખાય છે. જો કે નગરપાલિકા આ ઇમારતને ધ્વસ્ત કરીને ત્યાં આધુનિક અંડરગ્રાઉન્ડ સાથે બહુમાળી ઇમારતનું નિર્માણ કરે તો નગરપાલિકાને પણ વધુ આવકનો સ્ત્રોત ઊભો થાય અને પોસ્ટ વિભાગને સુવિધાસભર ઈમારત ઉપલબ્ધ થાય. જો કે આ સંદર્ભ સંકલન અને ત્વરિત નિર્ણય લેવાનું સામર્થ્ય ધરાવતાં સાવરકુંડલાનાં વર્તમાન ધારાસભ્ય અને નગરપાલિકાની સમગ્ર ટીમ આ સંદર્ભે કશું વિચારે તો એ સંભવ પણ થઈ શકે છે. જો કે હાલ તો આ પોસ્ટ ઓફિસના મરમ્મત અંગે પણ કાગળ પર પત્રવ્યવહાર થઈ રહ્યો છે. જો કે ફાઈલને ત્વરિત મુવ કરાવી આ સંદર્ભે યોગ્ય કરવામાં આવે તો શહેરના લોકોને થોડી સુવિધાસભર પોસ્ટ ઓફિસનો લાભ મળે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/