fbpx
અમરેલી

શ્રી નૂતન કેળલણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રીમતી વી ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં સ્પોર્ટ્સ ડે ઉજવાયો.

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં પ્રિન્સીપાલ  ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં હતો . સ્પોર્ટ્સ ડે અંતર્ગત એથલેટિક્સની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો.૧૦૦ મીટર દોડમાં પારગી વીણા પ્રથમ ,વાઘેલા નિકિતા દ્વિતીય અને સીસારા મોનિકા તૃતીય સ્થાને રહ્યા હતા. ૨૦૦ મીટર દોડમાં કુબાવત સિદ્ધિ પ્રથમ ,મકવાણા ધર્મિષ્ઠા દ્વિતીય અને ચૌહાણ જાનવી તૃતીય રહ્યા હતા. ૪૦૦ મીટર દોડમાં મકવાણા રીંકલ પ્રથમ, ગોંડલિયા મમતા દ્વિતીય તથા સોલંકી ચંદા તૃતીય રહ્યા હતા. ૮૦૦ મીટર દોડમાં વાઘેલા નિકિતા પ્રથમ, જયાણી દ્રષ્ટિ દ્વિતીય તથા વાઘેલા હેતલ તૃતીય ક્રમે રહ્યા હતા.

ઉંચી કૂદમાં મકવાણા ધર્મિષ્ઠા પ્રથમ, મકવાણા રીંકલ દ્વિતીય તથા પારગી વીણા તૃતિય સ્થાને રહ્યા હતા.લાંબી કૂદમાં પારગી વીણા પ્રથમ , મકવાણા રિંકલ દ્વિતિય તથા નિમાવત કૃપા તૃતીય સ્થાને રહ્યા હતા.  ચક્ર ફેકમાં રામપ્રસાદી સપના પ્રથમ ,પારગી વીણા દ્વિતીય તથા બેલીમ મુસ્કાન તૃતિય સ્થાને રહ્યા હતા.ગોળા ફેંકમાં પારગી વીણા પ્રથમ, અમરેલીયા ધ્રુવી દ્વિતીય તથા મકવાણા રીંકલ તૃતિય ક્રમે રહ્યા હતા. પાંચ સ્પર્ધાઓમાં નંબર મેળવી પારગી વીણા કોલેજ ચેમ્પિયન બન્યા હતા. તેમજ કોલેજ રનર્સ મકવાણા રીંકલ બન્યા હતા. નિર્ણાયકની ભૂમિકામાં પ્રા.છાયાબેન શાહ, ડૉ.પ્રતિમાબેન શુકલ.ડૉ .રૂકસાનાબેન કુરેશી, ડો.હરિતાબેન જોષી,પ્રા. કે બી પટેલ સાહેબ રહ્યા હતા.કોલેજના ભૂતપૂર્વ પી.ટી.આઈ. ડૉ.આર.કે.કુરેશી સાહેબે વિશેષ માર્ગદર્શન માટે હાજર રહ્યા હતા.સમગ્ર સ્પર્ધાનું સંચાલન ડો. કે.પી .વાળા સાહેબે કર્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. કોલેજના પ્રિન્સિપાલ  ચાવડા સાહેબે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી શુભેચ્છા પાઠવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/