fbpx
અમરેલી

આજે છે વિશ્વ માતૃભાષા દિવસ. ગુજરાતી ભાષાનો મહિમા કરવાનો દિવસ.. સાવરકુંડલા શહેરના ગુજરાતી ભાષા ચાહકોએ આજે ગુજરાતી ભાષાનાં ગૌરવને ગૌરવભેર વધાવ્યું. 

સાવરકુંડલા શહેરમાં પણ એવાં અનેક વિરલાઓ વસે છે જે પોતાની માતૃભાષાને અનહદ ચાહે છે. જે પૈકી અહીં થોડા ઘણા નામ હૈયે હોઠે ચડી જાય છે. ભરત વિંઝૂડા, નટુભાઈ રાવળ, ભરત જોષી (પાર્થ મહાબાહુ-ગુજરાત વિદ્યાપીઠ) વિનુંભાઈ રાવળ, સંજય મહેતા, વિજય મહેતા, જતીન બનજારા, અનવરખાન પઠાણ, લોકસાહિત્ય સેતુના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષી, પત્રકાર બિપીનભાઈ પાંધી વગરે  આજે ગુજરાતી ભાષાનાં ગૌરવને વધાવતાં જોવા મળેલ. આ સંદર્ભે વિશેષ જણાવતાં ધોરણ દસ સુધી બાળકોને શિક્ષણ જો માતૃભાષામાં મળે તો બાળકનો માનસિક વિકાસ પણ સર્વ શ્રેષ્ઠ થઈ શકે ખરો. આજની અંગ્રેજી માધ્યમની ઘેલછાને ત્યજીને માતૃભાષાનું સાતત્ય સેવવું જોઈએ એવો સીધો સાદો સૂર વ્યક્ત થયો. એક સામાન્ય વાત જો કે કોઈ ભાષાને નિમ્ન નથી ગણતાં પરંતુ જે ભાવ માતૃભાષામાં વ્યકત થાય તે અદલોઅદલ ભાવ અન્ય ભાષાઓમાં તો ન જ થઈ શકે. અહીં એક સીધી સાદી રચનાની બે પંક્તિઓ ગુજરાતી તરીકે ગુજરાતીની અભિવ્યક્તિ માટે રજૂ કરી છે. 

“ઊંચ નીચમાં નથી માનતી આ અમારી  ગુજરાતી, કદાચ એટલે જ તો એને કેપિટલ કે સ્મોલ લેટર્સ નથી હોતા!!” એટલે જ સમતા અને મમતા એ ગુજરાતી ભાષાનું અણમોલ ઘરેણું છે… ગુજરાતી ભાષાના જતનન દરેક ગુજરાતીની સહિયારી જવાબદારી બને છે..બાળક માના ખોળામાં જેટલું ખીલે એટલું આયાના ખોળામાં ન ખીલે, એ સીધી સરળ વાત આજે અચાનક અઘરી કેમ બની ગઈ હશે..! અંગ્રેજી પરોણા (મહેમાન) ભાષા છે. માતૃભાષા સર્વશ્રેષ્ઠ ભાષા છે. મહેમાનની ઊંચી સરભરા ભલે કરો. પણ મમ્મી-પપ્પાને બહાર હાંકી કાઢીને મહેમાનને ઘરમાં સ્થાન ન જ અપાય… જેમ કે બેબીફૂડની જાહેરાત ગમે તેટલી આકર્ષક કેમ ન હોય, પણ સમગ્ર સંસાર એ વાત જાણે છે કે માના દૂધની બરાબરી કોઈ જ બેબીફૂડ કરી શકે નહીં. બસ, આટલો જ ભેદ માતૃભાષા અને અન્ય ભાષા વચ્ચે છે.

માણસે માણવું હોય, મહોરવું હોય, ખીલવું હોય, સર્જનાત્મક બનવું હોય તો જીવનરૂપી કયારીમાં માટી તો માતૃભાષારૂપી જ હોવી જોઈએ.મારી દ્રષ્ટિએ શીખવા માટે વિચારવું અને કલ્પના કરવાનું સ્વાતંત્ર્ય જરૂરી છે, તેથી જ માતૃભાષામાં શિક્ષણ જરૂરી છે.  અને અંતમાં ખલીલ ધનતેજવીની બે પંક્તિ સાથે  “વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી.” – – ખલીલ ધનતેજવી *માતૃભાષા ગૌરવદિનની સહુને શુભેચ્છાઓ*

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/