fbpx
અમરેલી

અમરેલી નગરની પ્રજા આનંદો…રૂપિયા 50 કરોડના ખર્ચે ઠેબી નદી પર રિવરફ્રન્ટ કામને મંજૂર કરાવતા અમરેલીના યુવા ધારાસભ્ય કૌશિક વેકરિયા

રિવરફ્રન્ટને મંજૂરી આપવા માટે સમગ્ર અમરેલીની પ્રજા વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિશેષરૂપે આભાર માનતા ધારાસભ્ય કૌશિક વેકરિયા અમરેલી શહેર અને જિલ્લાના વિકાસના વિવિધ કામોના સમાચાર હવે દિન પ્રતિદિન મળતા થયા છે. અમરેલીને યુવાન ધારાસભ્ય કૌશિક વેકરિયા જેવું સબળ નેતૃત્વ મળતા અમરેલી જિલ્લાના વિકાસને નવો જ વેગ મળ્યો છે.

   અમરેલી શહેરની મધ્યમાંથી પસાર થતી ઠેબી નદી પર રિવરફ્રન્ટ બનાવી અમરેલી નગરની શોભા વધારવા તથા નગરજનોને વધું સારી ભૌતિક સુવિધાઓ મળે અને અમરેલી શહેરના બ્યુટીફિકેશનમાં વધારો થાય એ માટેનો પ્રયાસો અને રજૂઆત રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા કરવામાં આવેલ.જે રજૂઆતને સ્વીકારીને મુખ્યમંત્રીશ્રીએ રૂપિયા 50 કરોડ જેવી માતબર રકમના ખર્ચે ઠેબી નદી રીવરફ્રન્ટને વિકસાવવાના કામને મંજૂરી આપી છે.

    આ કામ મંજૂર થતા ટૂંક સમયમાં જ આ કામનો શુભારંભ કરવામાં આવશે અને કુલ ત્રણ ફેઇઝમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે. ફેઇઝ 1 માં આર. સી. સી. રિટેઇનિંગ વોલનું કામ રૂપિયા 28 કરોડથી વધુ રકમના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. ફેઈજ 2 માં રીવર એસ્કેવેશન અને ફિલિંગનું કામ 9કરોડ 61 લાખના ખર્ચે થશે. ત્રીજા ફેઇઝમાં સી. સી. રોડ, પેવર બ્લોક પથ વે, ગાર્ડન, સ્ટ્રીટલાઈટ, ટોઇલેટ બ્લોક, ચિલ્ડ્રન પ્લેઈંગ ઇકવિપમેન્ટ, ફાઉનટેન, વોટર રૂમ ગેટ, હાઈમાસ્ક ટાવર જેવી અનેક સુવિધાઓ રૂપિયા 10 કરોડ 88 લાખ કરતાં વધુ રકમના ખર્ચે નિર્માણ પામનાર છે.આમ અમરેલી શહેરને કુલ રૂપિયા 50 કરોડના ખર્ચે ઠેબી રિવર ફ્રન્ટ યોજનાનો લાભ મળનાર છે. જે માટે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ અમરેલીની પ્રજા વતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અપાયેલ આ ભેટ માટે મુખ્યમંત્રીશ્રીનો હાર્દિક આભાર માનેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/