fbpx
અમરેલી

શૈક્ષણિક ઇનોવેશન નાં માધ્યમથી શાળાની ભૌતિક અને શૈક્ષણિક સમસ્યા ને દુર કરવાના નૈતિક પ્રયત્નો બદલ નાથાભાઇ નોંઘાભાઇ ચાવડા ને ‘ મનુભાઈ પંચોળી- ‘ દર્શક ‘ -સોક્રેટિસ સન્માન એનાયત થશે..

 દર્શક નિ કર્મ ભૂમિ નું ગૌરવ… મૂળ લોકભારતી માઇધાર નાં વતની એવા આ શિક્ષકે માતૃભૂમિ સાથે દર્શકની કર્મ ભૂમિ નું ગૌરવ આ એવોર્ડ થી વધાર્યું…બાળકો ને આનંદ અને ઉલ્લાસ સાથે અભ્યાસમાં આનંદ આવે અને શૈક્ષણિક સ્ટેશનરી નાં અભાવે બાળકો નો અભ્યાસ નાં બગડે તે માટે ભાવનગર જિલ્લા પાલિતાણા ની સરકારી પ્રાથમિક શાળા શ્રી ઝવેરચંદ મેઘાણી માં છેલ્લા ઓગણીસ વર્ષ થી શિક્ષક તરીકે નોકરી કરતા નાથાભાઇ એન. ચાવડા એ મૂળ માઇધાર ગામનાં અને શિક્ષણ વિદ મનુભાઈ પંચોળી ‘ દર્શક ‘ ની કર્મ ભૂમિ નાં વતની તેઓને ઉત્કૃષ્ઠ ફાઉન્ડેશન દ્વારા આ સન્માન મળતા અનોખી સિદ્ધિ પ્રાપ્ત થશે .આગામી ૨૬ ફેબ્રુઆરી નાં રોજ સુરત મુકામે મહાનુભાવો નાં હસ્તે બહુમાન થશે.

આ શિક્ષક દ્વારા શૈક્ષિણક ઇનોવેશન સહિત દાતા નાં સહયોગ અને લોક ભાગીદારી દ્વારા શાળાની ભૌતિક અને શૈક્ષણિક સુવિધામાં વધારો કરવામાં સફળતા મળી છે. આ શિક્ષક શાળામાં સમય દાન દ્વારા સતત અને સર્વગ્રાહી બાળ પ્રવૃત્તિ સાથે ઇકો કલબ અને વિવિધ કૌશલ્ય વર્ધન નિ પ્રવૃત્તિ હાલમાં શરૂ છે. હાલમાં એક બાળ એક છોડ એ શત્રુંજય યુવક મંડળ નાં સહયોગ થી શાળા હરિયાળી બનાવી છે .સાથો સાથ સુલસા શ્રાવિકા કૌશલ્ય વર્ધન કેન્દ્ર દ્વારા શાળાની આઠ માં ધોરણમાં અભ્યાસ કરતી તમામ બાલિકાઓ ને આત્મનિર્ભર બનાવવા સીવણ કામ શીખવ્યું છે.અત્યાર સુધીમાં સાત લાખ થી વધુ નું દાન શાળા માટે લાવી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સાઇકલ ચલાવવા માટે બાળકો માટે કુલ દસ સાઇકલ નું દાન પણ પ્રાપ્ત થયેલ આમ સતત પ્રયત્ન શિલ આ શિક્ષક ને મળેલું સન્માન બાળકો નું અને શાળાનું તેમજ પોતાના હિતેશું મિત્રો નું સન્માન છે.એમ જણાવતાં આ શિક્ષક સન્માન ને પણ સમર્પિત કર્યું છે…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/