fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરનું વિદ્યા જગત એક સુવિધાસભર ચોવીસ કલાક ખુલ્લું રહેતું વાંચનાલય ઝંખે છે. 

આમ તો આનંદ પ્રમોદ માટે હરવા ફરવાનાં અનેક સ્થાનો હોય છે. લોકો સ્વૈરવિહાર કરવા માટે બાગ બગીચાનો આશરો પણ લેતાં હોય છે. કોઈ પણ દેશની શૈક્ષણિક સમૃદ્ધિ જોવી હોય તો તેની શાળા, મહાશાળાઓ ઉપરાંત વ્યક્તિ નિર્માણ માટે જેનું સૌથી વધુ યોગદાન હોય તો વાંચન માટે આવશ્યક વાતાવરણ અને આવું વાતાવરણ મોટેભાગે ઘરો કે ઓફિસમાં નહીં પરંતુ વાંચનાલયમાં જોવા મળે છે. આમ તો સાવરકુંડલા શહેરમાં શહેરનાં તેજસ્વી અને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સારી ખાનગી શાળાનો લાભ તો ખૂબ ઓછો મળતો હોય છે પરંતુ મનન અને વાંચન માટે અથવા વિવિધ પ્રકારની શૈક્ષણિક સામગ્રી મેળવવા માટે પણ ખૂબ મુશ્કેલી પડતી હોય છે. 

હા, માનવ જીવનમાં એક વખત સાનુકૂળ શૈક્ષણિક વાતાવરણ મળે તો લોકોમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે અને જીવન જીવવાની એક સાચી દ્રષ્ટિ પણ કેળવાય છે. આ માટે જેમની પાસે જે તે વિષયના જ્ઞાનની માહિતી મેળવવાના પૂરતાં સંસાધનો નથી હોતા તેનો શૈક્ષણિક વિકાસ થંભી જતો પણ જોવા મળે છે.!!આજનાં ડીઝીટલ યુગમાં ઇન્ટરનેટના માધ્યમથી પણ ઓનલાઈન ઘણું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. આ સંદર્ભે સાવરકુંડલા શહેરમાં એક સુવિધાસભર બગીચાની માફક એક અદ્યતન તમામ ડીઝીટલ સુવિધા સાથેની ચોવીસે કલાક ખુલ્લી રહેતી વાંચનાલયની પણ  આવશ્યકતા તો છે.  આમ પણ જેમ જેમ સમાજ ખરાં અર્થમાં શિક્ષિત અને જાગૃત થતો જશે તેમ લોકોમાં રાજકીય પરિવકતા પણ પ્રબળ બનતી જશે. પછી ચૂંટણી સમયે ક્ષુલ્લક મુદ્દાઓ નહીં પરંતુ દેશનાં વિકાસ માટે ખરેખર શું આવશ્યક છે તેની જ ચર્ચાને અગ્રતા આપવામાં આવશે. તો સાવરકુંડલા શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે એક અદ્યતન ડીઝીટલ અને ફીઝીકલ રાઉન્ડ ધી ક્લોઝ ખુલી રહેતી વાંચનાલય નિર્માણ થાય તે જરૂરી છે.

આમ તો તંત્ર જાહેર સેવાઓ માટે પ્રતિબદ્ધ હોય છે તો એક વિશાળ સુવિધાયુક્ત વાંચનાલયની આવશ્યકતા છે જેમાં વાંચન કરીને સાવરકુંડલા શહેરનું બુધ્ધિધન એક નવી દિશા પ્રાપ્ત કરી શકે અને આવી રીતે સાવરકુંડલા શહેર દેશને અનેક પ્રબુદ્ધ નાગરિકોની ભેટ પણ આપી શકે.. આમ પણ જે લોકોને નાનું મકાન હોય અને બાળકો અભ્યાસમાં તેજસ્વી હોય તેને આવી સુવિધાસભર વાંચનાલયની સગવડ મળી જાય તો આવાં તેજસ્વી વિદ્યાર્થીઓ દેશનાં નવનિર્માણમાં પણ અગત્યની અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે ખરાં. આમ તો સાવરકુંડલા શહેરમાં દરબારગઢ ખાતે નગરપાલિકાની જૂની બિલ્ડીંગનું નવનિર્માણ કરીને અહીં પણ ચાર કે પાંચ માળની તમામ સુવિધાઓથી સી.સી. ટી.વી ડીજીટલ સુરક્ષા યુક્ત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે ચોવીસે કલાક ખુલ્લી રહેતી એક વાંચનાલય ન બની શકે? જો નગરપાલિકાની ઈમારત નવનિર્મિત થતી હોય તો વાંચનાલય કેમ નહીં?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/