fbpx
અમરેલી

સાવરકુંડલાના સ્વામિનારાયણ મંદિરથી ગઢપુર સ્વામિનારાયણ મંદિર સુધી પદયાત્રા યોજાઈ હરિભકતોનું પ્રસ્થાન

સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિર દ્વારા વડતાલ આચાર્ય અજેન્દ્રપ્રસાદ મહારાજની ૭૫ મી જન્મ જયંતી નિમિતે સાવરકુંડલાથી બે રાત્રિ અનેં ત્રણ દિવસ પદયાત્રા કરશે સાવરકુંડલાના સ્વામિનારાયણ મંદિરથી ગઢપુર સુધી હરિભક્તો જવા રવાના થયા છે ત્યારે ૭૫ મી જન્મ જયંતી છે એટલે ૭૫  ગામના લોકો પદયાત્રામા જોડાય તેવી ઈચ્છા હતી પરંતુ તે વધીને ૧૫૦ ગામોના હરિભક્તો પોતાની ઇચ્છાથી સ્વયંભૂ આ યાત્રામાં જોડાયા હતા યાત્રામાં સાવરકુંડલા, ચરખડીયા, ઓલિયા, સીમરણ, કરજાળા, નેસડી, નાના ભમોદ્વા, જીરા, બોરળા, નાના ઝીઝુડા, મોટા ઝીઝુડા, પીઠવડી, બાઢડા, કાનાતળાવ, હાથસણી, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા દેવળિયા, અમરેલી વગેરે ગામો ઉપરાંત સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, લાઠી, લીલીયા, દામનગર, ધારી, બગસરા સહિતના તાલુકા ઓના ગામોમાંથી સેંકડોની સંખ્યામાં હરિભક્તો સ્વયંભૂ જોડાયા હતા વહેલી સવારે સાવરકુંડલાથી પ્રસ્થાન થયા બાદ બપોરે ગોખરવાળા ભોજન પ્રસાદ ત્યારબાદ અમરેલી રાત્રિ રોકાણ ફરી બપોરે લાઠી ભોજન પ્રસાદ અને બીજી રાત્રિ રોકાણ ચાવંડ ગામે કરી ગઢપુર પહોંચ્યા હતા

તેમજ પદયાત્રીઓ માટે રૂટ ઉપર ઠેર ઠેર આઈસ્ક્રીમ, સરબત, ચા પાણી, નાસ્તો તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા હરિભક્તો દ્વારા કરવામાં આવી હતી યાત્રાનું સફળ આયોજન ગઢડા ગોપીનાથજી મંદિરમાં રહી સેવા આપતા પાર્ષદ રમેશ ભગત અને સ્વામીની આગેવાનીમાં સમગ્ર પદયાત્રા થઈ હતી યાત્રામાં ૧૭ વર્ષથી લઈ ૭૦ વર્ષના વૃધ્ધાઓ પણ જોડાયા હતા. આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદ મહારાજના ૭૫માં જન્મોત્સવ વર્ષ નિમિત્તે ૭૫ ગામના ભક્તો દ્વારા સાવરકુંડલા થી ગઢપુર ભક્તિ પર્વ પદયાત્રાનું યોજાઈ હતી આસમગ્ર આયોજન ગઢપુરના શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી તથા એસ.પી. સ્વામીના માર્ગદર્શન અનુસાર ગઢપુર ધામના ધર્મકુળ આશ્રિત સંતો-પાર્ષદો અને ગોપીનાથજી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ ગઢડા દેશના બહેનો દ્વારા ૭૦ મણ બાજરાના રોટલા પવિત્રતાથી બનાવી લાવવામાં આવ્યા હતા આતકે વડતાલ, જુનાગઢ આદિ ધામના સંતો પાર્ષદો પણ ઉપસ્થિત રહ્યા હતા

સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દુર દુરથી બસો ટેમ્પા આઈસરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે ગઢપુર નગરના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બાબુભાઇ જેબલિયા, સુરેશભાઈ ગોધાણી સહિત રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ જિલ્લાના વડા સતુભાઈ અને ગઢડાના હોદેદારો દ્વારા પુજય ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદ મહારાજ અને શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી તથા એસ.પી.સ્વામીને સન્માનિત કર્યા હતા આપ્રસંગે દાદાખાચર પરીવાર અને બાપુજી જીવા ખાચર પરીવાર ના ભકતો ઉપસ્થિત રહ્યા હતા

સાથે સત્સંગ સમાજ વતી ગોરધનભાઈ કાનાણી સાવરકુંડલા તેમજ ગઢડા વિસ્તારના સામાજિક આગેવાનો, મોહનભગત, સંજયભાઈ ઠાકર દ્વારા વિશાળ મંડપ વ્યવસ્થા કરવામાં આવી હતી તેમ સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિર સત્સંગી અમીતગીરી ગોસ્વામીની યાદીમા જણાવવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/