fbpx
અમરેલી

ચલાલા ગાયત્રી સંસ્કાર ધામમાં પૂ. રતિદાદાના વરદ હસ્તે પૂ. મોરારીબાપુની પ્રેરકની ઉપસ્થિતિમાં કાનજી ભુટ્ટા બારોટ એવોર્ડ – ૨૦૨૪ છેલભાઈ વ્યાસને અર્પણ કરવામાં આવ્યો. 

યુગનિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે સ્વર્ગસ્થ કાનજીભાઈ બારોટની ૧૦૦મી જન્મ શતાબ્દી નિમિતે સંતશ્રી પૂ. મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં પૂ. રતિદાદાની પ્રેરણાથી પ્રો. છેલભાઈ વ્યાસ લોક સાહિત્ય મર્મી – શ્રેષ્ઠ શ્રોતા અમરેલીને કાનજીભુટ્ટા બારોટ એવોર્ડ ૨૦૨૪થી સન્માનિત કરાયા હતા. એવોર્ડ કાર્યક્રમનો શુભ પ્રારંભ સંતોની ભાવવંદના તેમજ દીપપ્રગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હરિબા મહિલા કોલેજની દીકરીઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ તકે પૂ. રતિદાદાએ- અમારા વિસ્તારમાં પણ એક રામકથા થાય તેવી પ્રાર્થના કરેલ. તો પૂ. મોરારીબાપુએ આ પ્રસંગે – પૂ. રતિદાદા દ્વારા સમાજ ઉપયોગી શ્રેષ્ઠ કાર્યો થઈ રહ્યા છે.

જેમાં એવોર્ડ આપવાનું આ સુંદર કાર્ય શરુ રહે તો હું દર વર્ષે આવવાનો પ્રયત્ન કરીશ. આ તકે ભારત ભૂષણ મહેશભાઈ મહેતાએ ચલાલામાં કાનજી ભૂટા બારોટ સ્મૃતિમંદિર બને તેવા વિચાર રજુ કર્યા હતા. આફ્રિકા(યુગાન્ડા) દેશના સનાતન ધર્મના ટ્રસ્ટી પરેશભાઈ મહેતાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે – કાનજીબાપાનો આત્મા આજે ખુબ રાજી થતો હશે. તો આ પ્રસંગે મનુભાઈ બારોટે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે  આ કાર્યક્રમથી અમારો સમગ્ર બારોટ પરિવાર ખુભ જ રાજી છે. આ કાર્યક્રમમાં યુ.કે, અમેરિકા, આફ્રિકા, ઇંગ્લેન્ડ તેમજ ગ્રામજનો તથા બહારગામથી વિશાળ સંખ્યામાં મહેમાન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ભારત ભૂષણ મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતાએ કર્યું હતું. ત્યારબાદ બધા માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/