fbpx
અમરેલી

સાવરકુંડલામાં લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાનું વિદ્યાજગત માટે અનોખું કદમ

આજની સૌથી મહત્ત્વની વાત તો લોકોમાં શૈક્ષણિક સજ્જતા જ હોય શકે.. ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ર્નો અંગે મોટીવેશનલ સેમિનારનું આયોજન. ગતરોજ તારીખ ૨૪-૨-૨૪ના રોજ સાવરકુંડલા શહેરમાં અહીં મહુવા રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે દેશના સુપ્રસિધ્ધ મોટીવેશનલ સ્પીકર અશોક ગુજ્જર સાહેબનો કાર્યક્રમ યોજાયો. જેમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે સ્માર્ટ વર્ક કરવા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી? એ વિશે ખૂબ સરસ અને પ્રેરક વાતો કરી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા  કરવામાં આવેલ.. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ધોરણ દસ બારના વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા..

આમ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાની વિદ્યા જગત માટે અનોખી પહેલ પણ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની.. કાર્યક્રમની ભારે સફળતા બદલ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના હોદેદારોને ચારે તરફથી અભિનંદનની વર્ષાનો ધોધ વહી રહ્યો છે..જો કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્સ કલબના પ્રમુખ કમલ શેલાર, જતીન બનજારા, પારૂલ ગાંધી, જતીન ત્રિવેદી સહિતની ટીમે લાયન્સ કલબના કરશનભાઈ ડોબરીયા અને દેવચંદભાઈ કપોપરાના માર્ગદર્શન હેઠળ સતત એક માસની તૈયારીના પરિપાક રૂપે સાવરકુંડલા જ નહીં પરંતુ તાલુકાના વિદ્યાર્થીઓને આ સુંદર અને પ્રેરક કાર્યક્રમનો લાભ મળ્યો હતો. આ પ્રસંગે મોટીવેશનલ સ્પીકર અશોક ગુજ્જરે પણ કાર્યક્રમ સફળ થયો તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમને સંપૂર્ણ સાંભળી અમલમા મૂકનારને દસ ટકા જેટલા વધારાના માર્ક્સનો લાભ ચોક્કસ મળશે એવું ખાત્રીપૂર્વક જણાવ્યું હતું.

એકંદરે સાવરકુંડલાની અન્ય સામાજિક કાર્યો કરતી સંસ્થા માટે પણ આ કાર્યક્રમ એક  પ્રેરક બળ સમાન ગણાય. આમ પણ કોઈ પણ દેશની પ્રગતિનો આધાર આજના ડીઝીટલ હાઈટેક યુગમાં તેની શૈક્ષણિક સજ્જતા જ ગણી શકાય.. જે સાચા અર્થમાં શિક્ષિત થાય તે અન્યને પણ દિક્ષિત કરે તો દીપ સે દીપ જલે.. અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય અને જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાય.. અને હા, સમાજમાં બીજાથી કંઈક અલગ કરવા માટે સતત અપડેટ રહેવું.. વિદ્યા એ જ સાચું ધન છે એનું જતન કરવું પોતાની અતિ વ્યસ્તતા વચ્ચે પણ સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ લગભગ અઢી કલાક જેવો ક્વોલિટી ટાઈમ કાઢીને  પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સંપૂર્ણ કવર કર્યો. એ જ કાર્યક્રમનું મહત્વ દર્શાવે છે.

કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ શહેરનુ વિદ્યાર્થી જગત ભારે ખુશ જોવા મળેલ. અને આ પ્રસંગે અશોક ગુજ્જર સાથે ફોટો લેવા પણ વિદ્યાર્થીઓ પડાપડી કરતાં જોવા મળ્યા હતા. એ જ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાની આ કાર્યક્રમનની સફળતાનો માપદંડ ગણી શકાય. આજે વિશ્ર્વમાં જાપાન કોરિયા અને ઈઝરાયેલ જેવાં દેશો આગળ છે કારણકે તે શિક્ષણ અને સંશોધન અને કૌશલ્ય સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહે છે.. ભારતમાં પણ હવે આ ટ્રેન્ડને અપનાવવાનો સમય આવી ચૂક્યો છે. દેશનુ ભવિષ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ફાળે જાય એ પહેલા પોતાનામાં રહેલી સુષુપ્ત પ્રજ્ઞાને જાગૃત કરી અવનવા સંશોધન કરી આ જગતને આપવા  એ જ ખરા અર્થમાં વિદ્યાદેવી સરસ્વતીની આરાધના ગણી શકાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/