fbpx
અમરેલી

ગાયત્રી મંદિરે બુધવારે સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ યોજાશે

દામનગર ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત બુધવારે તા૨૮/૦૨/૨૪ ના રોજ નેત્રયજ્ઞ યોજાશે નેત્રયજ્ઞ ભગવદ્ સેવા છે એક એક બિમાર ઈશ્વર સ્વરૂપ છે નેત્રયજ્ઞ સર્વે પ્રકારના યજ્ઞોથી ઉચો છે એમા કોઈ શંકા નથી શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ (આંખની) હોસ્પિટલ રાજકોટમાં અત્યાધુનિક ઉનાળાની સિઝનમાં કોલ્ડ (ઠંડા) ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારા માં સારા સોફટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવે છે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે વિનામુલ્યે શ્રી સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ દામનગર માં નેત્રમણી નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે) તારીખ ૨૮/૦૨/૨૦૨૪, બુધવાર સવારના ૯:૩૦ થી ૧૨:૩૦ શ્રી ગાયત્રી મંદીર, ઠાંસા રોડ, દામનગર, જી. અમરેલી. સ્થળ દર મહિનાના છેલ્લા બુધવારે કેમ્પ નક્કી છે સ્થાનિક પ્રચાર સેવા સીનીયર સીટીઝન ટ્રસ્ટ  દામનગર, શ્રી ગાયત્રી મંદિર  દામનગર શ્રી ભુરખીયા હનુમાનજી મંદીર ભુરખીયા દ્વારા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન.

આ વિનામુલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી, જરૂરીયાતવાળા મોતીયાના દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઈ જઈ. અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારા માં સારા સોફટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિના મુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પના સ્થળે પરત મુકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ તરફથી કરવામાં આવશે.ખાસ નોંધ દરેક દર્દી ભગવાને આધાર કાર્ડ ફરજીયાત સાથે લાવવાનું રહેશે.(૧) દરેક દર્દીઓએ ફરજીયાત માથુ ધોઈને, સ્વચ્છ ધોયેલા કપડા પહેરીને, એક જોડી કપડા સાથે રાખીને આવવાનું રહેશે. (૨) દરેક  દર્દીઓએ ફરજીયાત પોતાના અથવા આજુબાજુના ફોન નંબર, મોબાઈલ નંબર સાથે રાખવાના રહેશે.(૩) ઓપરેશન થયા બાદ બીજા દિવસે રજા આપવામાં આવશે તેવી ઘરે જાણ કરીને આવવાનું રહેશે.ખાસ નોંધ 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/