fbpx
અમરેલી

અમરેલી તાલુકામાં દીપડાના હાહાકાર સામે જંગલખાતું નિષ્ફળ-તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

અમરેલી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આંતક વધતો જાય છે, જેને લીધે લોકોમાં ફફડાટ ફેલાણો છે, દીપડાના આંતકને લીધે ખેડૂતો રાત્રે પોતાની વાડીએ પાણી વાળવા કે પાકનું રક્ષણ કરવા માટે જઈ શકતા નથી, દીપડાના આંતકને લીધે વાડીએ કોઈપણ મજૂરો પણ રહેવા તૈયાર નથી, પરિણામે ખેડૂતોને ખેતીકામ કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, દીપડા દ્વારા અવારનવાર ખેડૂતો તથા ખેતમજૂરો ઉપર હુમલાઓ કરવામાં આવતા હોવાથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, હવે તો માનવ વસાહતમાં પણ દીપડાનો આંતક વધતો જાય છે,

ગામમાં માનવ વસાહતની અંદર આવીને દીપડા દ્વારા લોકો ઉપર તથા પાલતુ પશુઓ ઉપર અવારનવાર હુમલાઓ કરવામાં આવે છે, આમ દીપડાના આંતકમાંથી લોકોને મુક્તિ અપાવવામાં અમરેલીનું જંગલખાતું સદંતર નિષ્ફળ નિવડું છે, જ્યારે જ્યારે ગ્રામજનોએ દીપડાના આંતકની ફરિયાદ જંગલખાતાને કરવામાં આવે છે ત્યારે જંગલ ખાતા દ્વારા માત્રને માત્ર દેખાડો કરવા પૂરતું જ પાંજરું મૂકીને સંતોષ માનવામાં આવે છે, પરંતુ દીપડાને પકડવા માટે જંગલખાતા તરફથી કોઈપણ જાતની સંતોષકારક કામગીરી જોવા મળતી નથી,તો શું દીપડા દ્વારા જ્યારે લોકોનો ભોગ લેવાશે ત્યારે જંગલખાતું પરિણામલક્ષી કામગીરી કરશે? તેઓ વેધક સવાલ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/