fbpx
અમરેલી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય વર્ચ્યુઅલઉપસ્થિતિમાં રેલવેના રુ.૪૧,૦૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

ભારતીય રેલવેના યાત્રીઓને ઉત્તમ સુવિધાઓ આપવાના હેતુથી રેલવેના આધુનિકીકરણ અને કાયાપલટનું કાર્ય કેન્દ્ર સરકાર દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત શરુ કરવામાં આવ્યું છે. આ કડીના ભાગરુપે સોમવારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રેલવેના રુ.૪૧,૦૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ સંપન્ન થયું હતું.

આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે દેશના ૫૫૪થી વધુ રેલવે સ્ટેશન અને ૧,૫૦૦થી વધુ ઓવરબ્રીજ અને એન્ડરબ્રીજનું લોકાર્પણ થયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ સંબોધનને નિહાળ્યું હતું. આ કડીના ભાગરુપે કેન્દ્રીય પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને રાજુલા રેલવે સ્ટેશન પર કાર્યક્રમ સંપન્ન થયો હતો.

સાંસદશ્રી નારણભાઈ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજુલા જંક્શનના રુ.૧૦.૮૩ કરોડના અંદાજિત ખર્ચે થનારા કાયાકલ્પનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યુ કે, આઝાદી બાદ દેશમાં પહેલીવાર ૨૦,૦૦૦ કરોડના ખર્ચે સ્વદેશી હથિયારોના નિર્માણનું કાર્ય હોય કે પછી રેલવેનું ૨.૫ લાખ કરોડનું વાર્ષિક બજેટ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસકાર્યો ઝડપથી થઈ રહ્યા છે. આ કડીના ભાગરૂપે અમરેલી જિલ્લાને કેન્દ્ર સરકારની યોજનાઓની અનેકવિધ ભેટ મળી છે. આ પ્રસંગે તેમણે દેશમાં વિવિધ વિસ્તારોમાં થયેલા વિકાસકાર્યોની માહિતી આપી હતી.

          સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ જણાવ્યુ કે, પાછલા ૧૦ વર્ષમાં રેલવે ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો છે. ૧૫ વર્ષ પહેલાં દેશનું વાર્ષિક રેલવે બજેટ રુ.૪૦,૦૦૦ કરોડનું હતું આજે એક દિવસમાં જ રુ.૪૧,૦૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ સંપન્ન થયું છે. આગામી સમયમાં રેલવેની વિકાસયાત્રામાં ઉમેરો થવાનો છે, અમરેલી ખીજડીયા બ્રોડગેજનું કામ શરુ થવાનું છે, જ્યારે ઢસા જેતલસર લાઈનનું કામ પૂર્ણ થયું છે અને આ રૂટ પર અમરેલી જિલ્લાના નાગરિકોને સુવિધા મળે તે પ્રકારે ટ્રેનો દોડી રહી છે. પાસપોર્ટ સેવા કેન્દ્ર, કેન્દ્રીય વિદ્યાલયની ફાળવણી, મહુવા-સાવરકુંડલા નેશનલ હાઈવે સહિતના વિકાસકાર્યો અમરેલી જિલ્લા માટે મંજૂર થયા છે.

ભાવનગર રેલવે ડીવીઝનની યાદી મુજબ, અમૃત ભારત સ્ટેશન અંતર્ગત અંદાજે રુ.૧,૦૮૩ કરોડના ખર્ચે રાજુલા રેલવે સ્ટેશન,  રુ.૧૯.૧૨ કરોડના ખર્ચે સાવરકુંડલા રેલવે સ્ટેશન, રુ.૮.૭૦ કરોડના ખર્ચે મહુવા સ્ટેશન તથા રુ.૮૧૨ કરોડની અંદાજે રકમના ખર્ચે આશરે રુ.૪૬.૭૭ કરોડના ખર્ચે સ્ટેશનોનું આધુનિકીકરણ સંપન્ન થવાનું છે. આ ઉપરાંત ૦૮ અંડરબ્રીજના નિર્માણ માટે રુ.૩૫.૨૯ કરોડનો ખર્ચ થયો છે. અમરેલી લોકસભામાં સમાવિષ્ટ ભાવનગર ડિવિઝનના રેલવેના વિકાસકાર્યો માટે રુ. ૮૨.૦૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

        આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયા, ભાવનગર રેલવે ડીવીઝનના પ્રબંધક શ્રી રવિશકુમાર, રાજુલા-જાફરાબાદ પ્રાંત અધિકારીશ્રી, સ્થાનિક પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિબંધ અને ચિત્ર સ્પર્ધાના વિજેતા થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કેન્દ્રીય મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યુ હતુ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/