fbpx
અમરેલી

શ્રી વી. ડી.કાણકિયા કોલેજ, સાવરકુંડલાના  એનએસએસ.  યુનિટની વાર્ષિક શિબિરનો ઉદ્ઘાટન સમારોહ થોરડી મુકામે સંપન્ન થયો .

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી.કાણકિયા આર્ટ્સ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલાના એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિરનું તારીખ ૨૬-૨-૨૪  ના રોજ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે લોકવિદ્યા મંદિર ખાતે ઉદ્ઘાટન થયું. સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી માનનીય દીપકભાઈ  માલાણીની  અધ્યક્ષતામાં શ્રી નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓની શુભેચ્છાઓ સાથે આ શિબિરનું ઉદ્ઘાટન થયું.આ પ્રસંગે લોક સેવક સંઘ ,લોકવિદ્યા મંદિર અને નિવાસી અંધ વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પરસાણા, કાણકિયા કોલેજના પ્રિન્સિપાલ શ્રી એસ.સી. રવિયા સાહેબ, એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો. એમ. જે. પટોળિયા,વાઈસ પ્રિન્સિપાલ પ્રો.રીન્કુબેન ચૌધરી, અર્થશાસ્ત્ર વિભાગના હેડ ડો. પુષ્પાબેન રાણીપા, ડો.એલ.એલ.ચૌહાણ , ડો.એ.કે.પરમાર , ડો.હરેશભાઈ દેસરાણી,ડો.આશિષભાઈ ચૌહાણ , ડો.હાર્દિકભાઈ ઉદેશી, નિવાસી અંધ વિદ્યાલયના પ્રિન્સિપાલ  હિતેશભાઈ દેસાઈ, શ્રી લોક વિદ્યામંદિર થોરડીના આચાર્યશ્રી અરવિંદભાઈ ચોડવડીયા,થોરડી સંસ્થાનો તમામ સ્ટાફ તેમજ થોરડી ગામના અગ્રણીશ્રી બાલુભાઈ બરવાળીયા તેમજ હિંમતભાઈ વેકરીયાની પ્રેરક  ઉપસ્થિતિ રહી હતી.કાર્યક્રમની શરૂઆત નિવાસી અંધ વિદ્યાલય,થોરડીના બાળકો દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું

ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.રવિયા સાહેબ દ્વારા મહેમાનોનું શબ્દોથી સ્વાગત  અને પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.થોરડી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી કાંતિભાઈ પરસાણાએ શિબિરાર્થીઓને આશીર્વચન આપ્યા હતા.શ્રી દીપકભાઈ માલાણીએ પ્રેરક જીવનલક્ષી અધ્યક્ષીય ઉદ્બોધન આપ્યું હતું.આભાર દર્શન બાદ કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના પ્રિન્સિપાલ ડો.એસ.સી.રવિયા સાહેબે કર્યું હતું. સાત દિવસની આ શિબિરમાં શિબિરાર્થીઓ દ્વારા પ્રભાતફેરી,ગ્રામસફાઈ, જન જાગૃતિ, હેલ્થ અવેરનેસ,વ્યસન મુક્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રકૃતિ અને પર્યાવરણ સુરક્ષા તથા બેટી બચાવો જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/