fbpx
અમરેલી

હિંસાથી પીડિત ૧૩૧૬ જેટલી બહેનોને અમરેલી “સખી”વન સ્ટોપ સેન્ટર દ્વારા મદદ પૂરી પાડવામાં આવી

ભારત સરકાર પુરસ્કૃત, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત અમરેલી “સખી” વન સ્ટોપ સેન્ટર એ જિલ્લા મહિલા અને બાળ કચેરીના માર્ગદર્શન અંતર્ગત અમરેલી સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા ૫ વર્ષથી ૨૪ X ૭ કાર્યરત છે. હિંસાથી પીડિત બહેનોને આ સેન્ટરના માધ્યમથી પોલીસ મદદ, કાનૂની મદદ, તબીબી સહાય, હંગામી ધોરણે આશ્રય તેમજ સામાજિક પરામર્શ તેમજ કાયદાકીય મદદ સહિતની જુદી-જુદી મદદ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૧,૩૧૬ જેટલી હિંસાથી પીડિત બહેનોને અમરેલી “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા વિવિધ મદદ પૂરી પાડવામાં આવી છે. અમરેલી જિલ્લાના કોઈપણ ખૂણે હોય અને કોઇપણ સહાયની આવશ્યકતા હોય તેવા બહેનો-મહિલાઓને અડધી રાત્રે પણ ૧૮૧ નંબર દ્વારા વન સ્ટોપ સેન્ટર પર આવીને કે ફોન કરીને મદદ મેળવી શકે છે.

     અમરેલી સખી વન સ્ટોપ સેન્ટર પર ૧૮૧ હેલ્પલાઈન માટે એક બહેને મદદ માંગી હતી, તેમના પતિ દ્વારા તેમને મારવામાં આવતા હતા, પીડિત બહેને સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય પ્રાપ્ત કર્યો હતો, તેમના પતિ સહિતના પરિવારજનોને સખી વન સ્ટોપ સેન્ટર પર બોલાવી તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તે પરિવારજનો વચ્ચે સમાધાન થયું અને પીડિત બહેન ફરીથી તેમના પતિ સાથે કુટુંબ પરત ફર્યા હતા. પીડિતાનું તેના પરિવારમાં પુનઃસ્થાપન થયું છે, તેમ અમરેલી સખી વન સ્ટોપ સેન્ટર સંચાલકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.   

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/