fbpx
અમરેલી

સાવરકુંડલા નગરપાલિકાનું બજેટ જોતા હવે વિકાસના દ્વારા મોકળા થશે. વણથંભી વિકાસની વણઝાર દ્વારા સાવરકુંડલા સુવર્ણકુંડલામાં પરિવર્તિત થવાનો પ્રારંભ.

સાવરકુંડલા નગરપાલીકાની સામાન્ય સભા ( બજેટ બેઠક ) ૨૭/૦૨/૨૪ ને મંગળવારના રોજ સાવરકુંડલા નગરપાલીકાનુ સને – ૨૦૨૪/૨૫ ના વર્ષનું બજેટ મંજુર કરવા માટે મળેલ. આ બજેટ ભારતીય જનતા પાર્ટી તથા કોગ્રેસ પક્ષના સભ્યો દ્વારા સાવરકુંડલા શહેરના સર્વાગી વિકાસને નજર સમક્ષ રાખી સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે.

માન. વડાપ્રધાનશ્રી મોદી સાહેબના સબકા સાથ, સબકા વિકાસના વિઝનને નજર સમક્ષ રાખી માન. ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા સાહેબના માર્ગદર્શન અને સુચનો અન્વયે આ બજેટમાં સાવરકુંડલા શહેરના સર્વાંગી વિકાસને લગતી મુખ્ય યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે રૂા. ૨૫-કરોડના ખર્ચે નાવલી નદી પર રીવરફ્રન્ટ બનાવવાનુ કામ, રૂા.૨૦ કરોડના ખર્ચે જુદા જુદા વિસ્તારોમા ગૌરવ પર બનાવવાનુ કામ, રૂા. ૨૫ – કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના, જોગર્સ પાર્ક, ઓપન જીમ તથા ગ્રીન ફીલ્ડ ડેવલપમેન્ટ અને અંતીમ ગૃહ વિકાસના કામો, રૂા. ૧૯.૫૦ – કરોડના ખર્ચે અમૃત – ૨,૦ યોજના હેઠળ શેલ દેદુમલ ડેમ પાણી પુરવઠા યોજના, રૂા. ૫ – કરોડના ખર્ચે નલ સે જલ યોજના, રૂા. ૩ – કરોડના ખર્ચે અમૃત – ૧.૦ યોજના હેઠળ ગટર અંગેના કામો, ३८. ८ કરોડના ખર્ચે નવા વિકાસ પામતા વિસ્તારોમાં વિકાસના કામો, રૂા.૮-કરોડના કામે આગવી ઓળખ યોજના અંતર્ગત ઓડીટોરીયમ બનાવવાનું કામ, રૂા. ૨૫ – લાખના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટના કામો, રૂા. ૨૫ – લાખના ખર્ચે શહેરના જુદા જુદા વિસ્તારોમાં યુરીનલ / ટોયલેટ બ્લોક બનાવવાના કામો વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. આમ એકંદરે શહેરની સર્વાગી વિકાસ યોજનાઓનો આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેની જાહેર જનતાએ પણ નોંધ લેવા વિનંતી છે.

આ બજેટ બેઠકમાં નગરપાલીકાનુ વર્ષ ૨૦૨૪/૨૫નું બજેટ મંજુર થતાં નગરપાલીકાના પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી, ઉપ પ્રમુખશ્રી પ્રતિકભાઈ નાકરાણી, કારોબારી કમીટી ચેરમેનશ્રી અશોકભાઈ ચૌહાણ અને ચીફ ઓફીસરશ્રી, એચ.પી. બોરડ સાહેબે શહેરના સર્વાગી વિકાસ માટેની યોજનાઓ સાથેનું બજેટ મંજુર કરવા બદલ ઉપસ્થિત તમામ સભ્યોનો આભાર વ્યકત કરેલ છે.વિશેષમાં સાધારણ સભા દ્વારા શ્રી અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ પર રામમંદિર વિષે અભિનંદન ઠરાવ પણ સર્વાનુમતે પસાર કરવામાં આવેલ છે.|

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/