fbpx
અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ચેક ડેમનું પાણી ઉલેચવા  ડીઝલ વોટર પંપ  મશીન મુકવામાં આવેલ..!!! પરંતુ અંતે લગભગ વીસેક જેટલા દિવસની પાણી ઉલેચવાની જહેમત બાદ ડેમનું પાણી ખાલી ન થતાં પાણી નિકાલ માટે મૂકવામાં આવેલ વોટર પંપ બંધ કરવામાં આવ્યો.

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા નાવલી નદીમાં ગટર લાઈનો નાખવા માટેનું આયોજન ચાલી રહ્યું છે ત્યારે નાવલી નદી પર કબીર ટેકરી આશ્રમના  પાછળના ભાગે આવેલ ચેક ડેમ પાસે નદીમાં ગટર લાઈનો ન હોવાથી આ ચેક ડેમ ગટરના પાણીથી ભરાયેલો રહે છે. આ ગટરના પાણીથી ભરેલો ચેક ડેમ ખાલી કરવા માટે તંત્ર દ્વારા તનતોડ મથામણ કરવામાં આવી. આ ગંદા પાણીના નિકાલ માટે આ ડેમ પર  એક ડીઝલ પંપ મુકવામાં આવ્યો. . લગભગ છેલ્લા વીશેક જેટલા દિવસથી આ ડીઝલથી ચાલતા વોટર પંપથી પાણી ઉલેચવાની પ્રોસેસ  ચાલુ હતી  પરંતુ જેટલું પાણી ઓછું કરવામાં આવે તેનાથી વધારે ગટરના પાણીની  ઉપરથી આવક ચાલુ રહેતાં ડેમમાં રહેલ પાણીનો એક વોટર પંપ મશીનથી નિકાલ ન થઈ શકે તેવાં સંજોગો નિર્માણ થયા .

આ બાબતે સાવરકુંડલાના  વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ પાણી નિકાલની પ્રક્રિયા ચાલતી હતી તે સ્થળ પર રૂબરૂ જઇને પરિસ્થિતિનું આકલન પણ કર્યું અને આ સંદર્ભ નગરપાલિકાના સત્તાધીશોનું ધ્યાન પણ દોર્યું કે એક ડેમમાં રહેલ ગંદા પાણીનો નિકાલ કરવા માટે એક વોટર પંપ પર્યાપ્ત નથી. અંતે તંત્ર દ્વારા પણ આ બાબતે ગંભીરતાથી વિચાર કર્યો અને ડેમ પર એક વોટર પંપ મશીનથી પાણી ઉલેચવાની સમગ્ર પ્રક્રિયા અટકાવી.. હવે આગળ ઉપર આ ડેમમાં રહેલાં ગંદા પાણીનો નિકાલ કેમ કરવો? એ સંદર્ભે મનોમંથન ચાલુ છે. જનતાના પરસેવાની કમાણીના પૈસા જનહિત કાજે જ  યોગ્ય ઉપયોગમાં વપરાવવા  જોઈએ તેવુ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સ્પષ્ટ માનતા હોય. હવે પછીના નિર્ણયો ખૂબ પરિપક્વ વિચાર મંથન દ્વારા જ લેવાશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે.. અંતે તંત્રને પણ આખરે એ વાત સો ટકા અહેસાસ થયો કે એક વોટર મશીનથી તો આ ડેમમાં રહેલા ગંદા પાણીનો નિકાલ નિશ્ર્ચિત સમયાવધિમાં તો ન થઈ શકે. કારણ  ઉપરથી ગટરના પાણીનો પ્રવાહ ચાલું છે.. એટલે આ પંપ મશીન બંધ કરવાનો વહેવારું નિર્ણય લઈ આમ જનતાના પૈસાનુ પાણી થતું અટકાવવાનો આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો અને એમાં જ જનહિત પણ સમાયેલુ છે….સાવરકુંડલાને સુવર્ણ કુંડલામાં પરિવર્તિત કરવા માટે વિકાસના તમામ કામો ખૂબ મનોમંથન અને પૂરેપૂરું હોમવર્ક કરીને જ કરવા જોઈશે..પ્રસ્તુત તસવીર તારીખ ૨૮ અને ૨૯ ફેબ્રુઆરીના રોજ  પત્રકાર બિપીનભાઈ પાંધીએ રૂબરૂ જઇને લીધેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/