fbpx
અમરેલી

સાવરકુંડલા એસ ટી ડેપો ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન થયું

સાવરકુંડલા એસ ટી ડેપો મેનેજર નથવાણીભાઈ  દ્વારા આયોજિત વ્યસન મુક્તિ કાર્યક્રમ સાવરકુંડલા એસ ટી ડેપો ખાતે યોજાયો. . આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલા માનવમંદિરના પૂ. ભક્તિરામબાપુએ ઉપસ્થિત તમામને વ્યસન મુક્તિ અંગેના પ્રેરક સંદેશમાં જણાવ્યું હતું કે વ્યસન એ જીવનને બરબાદ કરનાર માધ્યમ છે. ખાસકરીને બીડી, પાન મસાલા, ગુટકા કે શરાબના સેવનથી વ્યક્તિનું પોતાનું સ્વાસ્થ્ય તો બગડે જ છે પરંતુ ઘર પરિવારની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થાય છે. આજના યુગમાં વ્યસનથી બચવા માટે સત્સંગ, સારા મિત્રો અને ધાર્મિક વાંચન શ્રવણ ખૂબ ઉપકારક સાબિત થાય છે. આ પ્રસંગે સાવરકુંડલા શહેરની પ્રતિષ્ઠિત વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. પ્રકાશભાઈ કટારિયા પણ ઉપસ્થિત રહીને વ્યસન મુક્તિ અંગે પ્રેરક વાતો કરી હતી.

જો કે તમાકુ સિગરેટના સેવનથી કેન્સર જેવી જીવલેણ બિમારી થઈ શકે છે એવું તો તે પ્રોડક્ટ ઉપર પણ સ્પષ્ટ લખવામાં આવે છે. જ્યારે દેશમાં ડ્રગ્ઝ જેવા નશીલા પદાર્થોનો જથ્થો પકડાઈ રહ્યો છે ત્યારે દેશના જાગૃત નાગરિક તરીકે આ નશીલા પદાર્થોથી છેટું રહેવું એ તંદુરસ્ત સમાજ જીવન માટે અતિ  આવશ્યક છે. અને કોઇ પણ વ્યક્તિ ભૂલેચૂકે પણ કોઈ પણ વ્યસનના ભરડામાં આવી જાય તો તેના ગંભીર પરિણામોની સમજ કેળવી તેનાથી વહેલીતકે છૂટકારો મેળવવો એમાં જ ઘર પરિવાર અને દેશનું ભલું છે. એટલે વ્યસન સંદર્ભે સતર્કતા દાખવી તેનાથી દૂર રહેવું એ પણ એક રાષ્ટ્રીય સેવા જ ગણી શકાય. આ વ્યસન મુક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત એસ. ટી કર્મચારીગણે પૂ. ભક્તિરામબાપુ તથા ડો. પ્રકાશ કટારિયાની વાતોને ખૂબ જ ધ્યાનથી સાંભળી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/