fbpx
અમરેલી

 ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા તેમજ  કાનૂની સેવા સમિતિ સાવરકુંડલા દ્વારા જાગૃતિ સેમિનાર યોજાયો. 

લોકશાળા ખડસલી દ્વારા દર વર્ષે જુદા જુદા ગામોમાં એનએસએસ રાષ્ટ્રીય સેવા  પ્રવૃત્તિઓ થતી હોય છે. એ સંદર્ભે આ વખતે હાડીડા ગામમાં તારીખ ૨૭-૨-૨૪ ના રોજ પ્રાથમિક શાળા હાડીડા મુકામે ગામના સરપંચ નજુભાઈ ખુમાણ તેમજ ગ્રામ આગેવાનો તેમજ લોકશાળા ખડસલીના આચાર્ય નાનજીભાઈ મકવાણા તેમજ હરેશભાઈ પંડ્યા, ગોવાભાઈ ગાગીયા, પ્રતીકભાઈ પટેલ તેમજ હીરાભાઈ દિહોરા વગેરે ઉપસ્થિત રહીને દીપ પ્રાગટય કરીને એનએસએસ કેમ્પનો હાડીડા પ્રાથમિક શાળામાં નિવાસી કેમ્પમાં ધોરણ ૧૧ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા ગ્રામ સફાઈ, ભીંતસૂત્ર લેખન, પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ, પર્યાવરણની જાળવણી, ગાંધી વિચાર પ્રસાર, તેમજ વ્યસન મુક્તિના કાર્યક્રમો, અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમો તેમજ ગ્રાહક જાગૃતિના વિવિધ કાર્યક્રમો ગોવાભાઈ ગાગીયા અને પ્રતીકભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા. આ અંતર્ગત ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા તથા  તાલુકા કાનૂની સેવા સમિતિ સાવરકુંડલાના સંયુકત ઉપક્રમે તારીખ ૩-૪-૨૪ને રવિવારે ગ્રાહક સુરક્ષા અધિકારો તથા આમજનતાને કાનૂની સહાય અંગે માર્ગદર્શન આપતો સેમિનાર યોજાયો 

આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના રમેશભાઈ હીરાણી, બિપીનભાઈ પાંધી, વિક્રમભાઈ તેમજ તાલુકા  કાનૂની સેવા સમિતિના સેક્રેટરી શિવરાજસિંહ ટાંક ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રાહક સુરક્ષા અધિકારો અને તાલુકા કાનૂની સેવા અગે વિશદ છણાવટ કરી હતી. કાર્યક્રમના પ્રારંભમાં ખડસલી લોકશાળાની વિદ્યાર્થીનીઓએ ઉપસ્થિત મહાનુભાવોના ભાલે કુમકુમ તિલક ચોખા લગાવી પુષ્ગુચ્છથી સ્વાગત કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ.ના કર્મઠ હેડ ગોવાભાઈ ગાગીયા દ્વારા કરવામાં આવેલા. આ તકે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ સંદર્ભ ખૂબ જ રસપ્રદ અને પ્રેરક ઉદાહરણ દ્વારા ગ્રાહકે પોતાના હિત માટે શું કરવું આવશ્યક છે? તે પ્રચુર ભાષામાં સમજાવ્યુ હતું..તો તાલુકા કાનૂની સેવા સમિતિ સાવરકુંડલા દ્વારા કાનૂની સહાય અને તેની આવશ્યકતા વિશે સવિસ્તર સમજણ આપવામાં આવી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/