fbpx
અમરેલી

કાણકીયા કોલેજ સાવરકુંડલામાં વિદ્યાર્થીઓના હિતમાં ખૂબ ઉપયોગી એવા બે સેમિનાર યોજાયા.

નુતન કેળવણી મંડળ સંચાલિત  વી.ડી. કાણકિયા આર્ટસ અને કોમર્સ કોલેજ સાવરકુંડલામાં પ્રથમ સેમીનારમાં SBI બેન્ક અમરેલીની આર.સી.ટી. પ્રકલ્પના હેડ એવા માનનીય ફિરોજભાઈ રાઠોડ આવેલા. જેમણે SBI બેંકના ખાસ પ્રકલ્પ RCT દ્વારા વિદ્યાર્થીઓને સ્વરોજગાર માટેની તાલીમ બાબતે માર્ગદર્શન આપેલ. જેમાં વિદ્યાર્થીઓ જિલ્લા મથકે સ્વરોજગાર માટેની તાલીમ મેળવવા માટે નોંધણી કરાવે તો તેમને તેનો લાભ મળી શકે છે અને આગામી સમયમાં તેઓ બીજાને પણ પ્રશિક્ષિત કરી શકે છે સાથે સાથે પોતે પણ પોતાના સ્વ રોજગારમાં પગભર બની શકે છે, તે વિષે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ.

બીજા સેમિનારમાં રોજગાર કચેરી રાજકોટ અને રોજગાર કચેરી અમરેલી દ્વારા વિદ્યાર્થીઓને માટે એક માહિતીસભર સેમિનાર યોજાયેલ જેમાં રાજકોટ થી ખાસ તજજ્ઞ હમીરભાઈ ચૌહાણ પધારેલા. તેમણે રોજગાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓને મળતી તમામ સુવિધાઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કરેલા અને એમ્પ્લોયમેન્ટ કાર્ડ કઢાવવાની વિધિ કેમ કરવી તે સમજાવેલ, તે ઉપરાંત ખાસ કરીને વિદેશ અભ્યાસ અર્થે અથવા તો વ્યવસાય અર્થે કોઈ વિદ્યાર્થી જવા માગતા હોય તો એના સૌપ્રથમ ગોલ સેટીંગ ત્યારબાદ વિધ્યાર્થીઓ પાસપોર્ટ પોતાની જાતે કઢાવી શકે છે એને ક્યાંય હેરાન થવાની જરૂર નથી ત્યારબાદ જુદી જુદી જે અંગ્રેજીની પરીક્ષાઓ કેમ આપવી અને વિઝાની પ્રોસેસ કેવી રીતે થઈ શકે તે વિષે વાત કરેલ અને ખાસ તાકીદ કરેલ કે આ બાબતે ઓનલાઈન જે છેતરપિંડી થાય છે એનાથી કેવી રીતે બચીને રહેવું. વગેરેની  આખી પ્રક્રિયા અંગેનું સચોટ માર્ગદર્શન પૂર પાડવામાં આવેલ.આ બંને પ્રોગ્રામ નો લાભ કોલેજના સેમ-૬ના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં મેળવેલ જેમાં ખાસ પ્રિ.ડો.એસ.સી. રવિયા ના માર્ગદર્શન હેઠળ ડૉ. હરેશ દેસરાણી તેમજ પાર્થભાઈ ગેડિયા આ સેમિનારનું સંકલન અને સંચાલન કરેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/