fbpx
અમરેલી

ખુશ રહેવા માટે મોંઘા સાધનોની લગરીકેય જરૂર નથી….બસ એક ઝનૂન ચાહિયે દિવાનગી કે લિયે..

આજનાં સમયમાં આધુનિક સગવડોથી સજ્જ બંગલો, લેટેસ્ટ કાર, બ્રાન્ડેડ કપડાં ..આ બધું હોય તો સુખ તમારી ઝોળીમાં પણ આ માન્યતા ભૂલ ભરેલી છે. ઘણી વખત કંઈ ન હોવાં છતાં લોકો ખુશ રહી શકે છે. તથ્ય અને તિતલીના નવાં નવાં લગ્ન થયાં હતાં. તથ્ય પૈસાદાર પિતાનો બગડેલો નબીરો હતો, તો તિતલી પણ પોતાનાં શોખ પૂરાં કરવાં માટે જ તથ્ય સાથે લગ્ન કર્યા હતાં. બંને હનીમૂન માટે વિદેશ ગયાં અને તિતલીએ તો પોતાનાં ઘણાં ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા, તેને ઘણી બધી લાઈક અને કમેન્ટ મળી હતી. દુનિયાની દ્રષ્ટિએ બંને ખુશ કપલ લાગતાં હતાં, પણ હકીકત એ હતી કે બંને વચ્ચે કોઈ લાગણીનો સેતુ ન હતો, બસ શરીરથી એક થયાં હતાં પણ મનથી નહીં. દુનિયામાં આવાં ઘણાં લોકો હોય છે,

જેઓ બસ ખુશીને પૈસા અને મોંઘી વસ્તુઓ સાથે તુલના કરે છે. બીજીબાજુ બધાનાં ઘરમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી સવલી, તેનાં પતિ રઘુ સાથે રહેતી હતી. સવલી સવારે વહેલી ઊઠી આસપાસનાં ઘરોમાં કામ કરવાં જતી, તો રઘુ એક લોખંડની ફેક્ટરીમાં કામ કરવાં જતો હતો. સગવડતાના નામે તેઓની પાસે એક છાપરાવાળી ઓરડી હતી, પણ સાંજ થતાં જ સવલી રઘુનો પ્રેમથી ઈંતજાર કરતી હોય, વળી સૂવા સમયે સવલી તેનાં કોમળ હાથોથી રઘુનુ માથું દબાવતી હોય. આવી નાની નાની ખુશીઓ પણ તેઓ માટે મોંઘી વસ્તુઓથી ઉપર હતી. બંને ખુશ હતાં. માટે ખુશી, પ્રેમ કે લાગણી, કોઈ મોંઘી વસ્તુઓ કે સુખ સગવડોની મોહતાજ નથી. જેને ખુશ રહેવું છે, તેનાં માટે પ્રેમ જ કાફી છે. આજકાલ લગ્ન પણ શરતો પર થાય છે. બાયોડેટામાં ખાસ લખેલું હોય કે પગાર પાંચ આંકડાનો હોવો જોઈએ, શહેર હોવું જોઈએ. શું લગ્ન એ શરતોને આધિન સામાજિક વ્યવસ્થા છે? ઓછાં પગારમાં કે નાનાં ગામમાં રહી તમે પ્રેમથી જીવી ન શકો? પણ આજનાં સમયમાં આવી વાતો ગૌણ બની ગઈ છે, બસ ખુશીઓ સૌ લેટેસ્ટ વસ્તુઓમાં શોધે છે. હું કંઈક છું, એ અહમ્ જ વ્યક્તિને નાનો બનાવે છે. તમારી પાસે આધુનિક બંગલો હોય, કાર હોય, લેટેસ્ટ ફોન હોય કે પછી બ્રાન્ડેડ કપડાં હોય તો જ તમે સુખી છો? એ આજની નરી વાસ્તવિકતા છે. જેને તમે કે હું નકારી શકતાં નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/