fbpx
અમરેલી

ચલાલા સીએચસી અને ડાયાલીસીસ કેન્દ્રની શુભેચ્છા મુલાકાત લેતા ભાજપ મહિલા અગ્રણી કોકિલાબેન કાકડીયા. 

ધારી બગસરાના લોકપ્રિય અને સતત જાગૃત ધારાસભ્ય  જે.વી.કાકડીયાની સુચના મુજબ પ્રદેશ ભાજપ મહીલા અગ્રણી અને ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કોકીલાબેન કાકડીયાએ સીએચસી અને ડાયાલિસીસ કેન્દ્રની શહેર ભાજપના વરિષ્ઠ આગેવાનોને સાથે રાખી ઓચિંતી શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન સીએચસી અધિકારી  ડો.વાટીયા, નર્સિંગ સહીત જુદા જુદા વિભાગના કર્મઁચારીઓ સાથે મુલાકાત કરી વિવિધ પ્રશ્ર્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી દર્દીનારાયણની સારવાર અને સુવીધાઓ માટે યોગ્ય સૂચના  અને માર્ગદર્શન પણ આપ્યુ હતુ આ તકે તમામ વોર્ડમાં મુલાકાત કરી સારવાર લેતા દર્દિઓના ખબર અંતર પૂછી સારવારમાં કોઇ મુશ્કેલી પડતી નથી’ને? તેવી પૂછપરછ પણ કરી હતી. 

તેમજ ડાયાલિસીસ કેન્દ્રની પણ મુલાકાત લઈને ડાયાલિસીસ કરાવતા દર્દીઓને મળી સંવેદના વ્યક્ત કરી હતી. આ વેળાએ દર્દીનારાયણ અને મેનેજમેન્ટ દ્વારા ત્રણ સ્પોટીંગબેડની તાતી જરૂરિયાત છે તેવી રજૂઆત થતાં કોકીલાબેન કાકડીયા સાથે વિચાર વિમર્શ કરી દાતાશ્રીઓની મદદથી વહેલી તકે ત્રણ સ્પોટીંગ બેડ આવી જાશે તેવી જાહેરાત અને ખાત્રી ઉપસ્થિત વરીષ્ઠ ભાજપ આગેવાન  પ્રકાશભાઇ કારીયાએ કરતાં ઉપસ્થિત આગેવાનો મેનેજમેન્ટ અને દર્દીનારાયણોમાં  આનંદની લાગણી પ્રસરી હતી. આ તકે ચલાલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ માલવીયા, ચલાલા નગરપાલીકા પૂર્વપ્રમુખ હિંમતભાઇ દોંગા, શહેર ભાજપના વરિષ્ઠ ઉપપ્રમુખ  ભૈયલુભાઇ  વાળા, શહેર ભાજપના વરિષ્ઠ આગેવાન  પ્રકાશભાઇ કારીયા,શહેર ભાજપ મંત્રી  રેખાબેન ગોસાઇ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ડાયાલિસીસ કેન્દ્રની કામગીરીથી ઉપસ્થિત આગેવાનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/