fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ૯૧૮ મહિલા સ્વસહાય જૂથોને રુ. ૨૫૫.૨૦ લાખની સહાયનું વિતરણ

 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મહિલાઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસોના ભાગરુપે ‘વિશ્વ મહિલા દિન’ના ઉપલક્ષમાં પશ્ચિમ બંગાળ ખાતેથી ગરિમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને રાજ્યમાં પાટણ ખાતેથી મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં  સમગ્ર રાજ્યમાં ૧૩ હજારથી વધુ સ્વસહાય જૂથની ૧ લાખ ૩૦ હજારથી વધુ મહિલાઓને ૨૫૦ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. 

અમરેલી જિલ્લા પાંચ વિધાનસભા મત વિસ્તારોમાં આયોજિત ‘નારીશક્તિ વંદના’ કાર્યક્રમમાં જિલ્લાના સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ,  સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે રુ.૨૫૫.૨૦ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા અને જિલ્લા કલેકટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ધારી ખાતે સ્વ સહાય જૂથોને ચેક વિતરણ અને ડ્રોન અર્પણ કરવામાં આવ્યું હતું.

     આ કાર્યક્રમ અંતર્ગત ધારી-ખાંભા-બગસરા વિધાનસભા વિસ્તારના ૧૨૭ સ્વ સહાય જૂથોને રુ.૨૭.૩૩ લાખની વિવિધ યોજનાકીય સહાય આપવામાં આવી હતી. અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારના ૧૭૨ સ્વ સહાય જૂથોને રુ.૫૨.૦૫ લાખની વિવિધ યોજનાકીય સહાય આપવામાં આવી હતી. લાઠી-બાબરા વિધાનસભા મતવિસ્તારના ૨૩૯ સ્વ સહાય જૂથોને રુ.૪૮.૬૦ લાખની વિવિધ યોજનાકીય સહાય આપવામાં આવી. સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ૨૦૭ સ્વ સહાય જૂથોને રુ.૫૨.૫૫ લાખની

વિવિધ યોજનાકીય સહાય આપવામાં આવી છે. રાજુલા-જાફરબાદ વિધાનસભા મતવિસ્તારમાં ૧૭૩ સ્વ સહાય જૂથોને રુ.૭૪.૭૮ લાખની વિવિધ યોજનાકીય સહાય આપવામાં આવી છે.

     અમરેલી જિલ્લામાં યોજાયેલા તમામ પાંચ વિધાનસભાક્ષેત્રમાં બહોળી સંખ્યામાં લાભાર્થી મહિલાઓએ વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના પ્રેરક ઉદ્ધબોધને નિહાળ્યું હતું. વિકસિત ભારત અને વિકસિત ગુજરાતમાં મહિલાઓની પ્રગતિ માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકારનો મહિલાઓએ પ્રતિભાવ આપી આભાર વ્યક્ત કર્યો હતો.

     અમરેલી જિલ્લામાં અમરેલીમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયા અને ઉપસ્થિત મહાનુભાવોના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. લાઠી એ.પી.એમ.સી ખાતે ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા તથા મહાનુભાવોના હસ્તે કાર્યક્રમ સંપન્ન થયો હતો. સાવરકુંડલા એ.પી.એમ.સી ખાતે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. રાજુલા ખાતે ધારાસભ્યશ્રી હિરાભાઈ સોલંકી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો.

      આ કાર્યક્રમમાં જિલ્લા અને  તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપ પ્રમુખશ્રીઓ, સમિતિના અધ્યક્ષશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, સદસ્યો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, વિવિધ તાલુકાના મામલતદારશ્રીઓ, વિવિધ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ડી.એલ.એમ.શ્રી, અમરેલી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, કરમચારીશ્રીઓ અને લાભાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/