fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરના સાવર વિભાગના સ્મશાનના શોક સર્કિટના કારણે લાકડા સળગતાં આગ લાગી

આમ તો સ્મશાન એટલે જ આગનું સ્થાન.. અહીં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે અગ્નિ પ્રજ્વલિત કરી અગ્નિદાહ આપવામાં આવે છે પરંતુ એ સમય અગ્નિદાહ સંસ્કાર સમયનો હોય છે. બાકી તો સ્મશાનમાં નિરવ સ્મશાનવત શાંતિ જ હોય છે. વાત જાણે એમ છે કે સાવરકુંડલા વોર્ડ નંબર ૩ સાવર સ્મશાનની અંદર લાકડામાં આગ લાગેલી. સર્કિટ શોર્ટ થતા સ્મશાનના ચોકીદારે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણીને ફોન કરીને જાણ કરાતાં નગરપાલિકા ફાયર બ્રિગેડના કર્મચારીઓ જયરાજભાઇ ખુમાણ રવિભાઈ, રણજીતભાઈ ખુમાણ, કૌશિકભાઇ બોરીસાગર, પ્રદીપભાઈ ખુમાણ તેમજ જીસીબી સાથે મનોજભાઈ પાંડે નગરપાલિકા તેમજ ડી. કે પટેલના પાણીના ખાનગી  ટેન્કર  સ્થળ ઉપર પહોંચી આગ કાબુમાં કરવામાં આવી. કમલેશભાઈ રાનેરા વોર્ડ નંબર ત્રણના વિસ્તારના લોકો ચુડાસમા નરેશ શરદ વિપુલ પોપટ ભાઈ વગેરેએ  સાથે મળી આગ કાબુમાં લીધી. જો કે સતત બે કલાક કરતાં વધુ સમય સુધી લાગેલી આગને અંતે કાબુમા લેવામાં આવી હતી. જો કે આગમા કોઈ જાનહાનિ થઇ ન હતી પરંતુ બે ત્રણ ટ્રેકટર જેટલા સૂકા લાકડાં બળીને ખાખ થઈ ગયા હતાં

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/