fbpx
અમરેલી

PM Suraj-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ અંતર્ગત કાર્યક્રમનું આયોજન

ભારત સરકારના ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા PM Suraj-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ અંતર્ગત આગામી તા.૧૩ માર્ચ, ૨૦૨૪ બુધવારના રોજ બપોરે ૩ વાગ્યે કાર્યક્રમ યોજાશે. સમગ્ર ભારતના ૫૧૦ જેટલા જિલ્લાઓમાં યોજાનાર આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી વર્ચ્યુઅલી જોડાઇ લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.

અમરેલી સ્થિત ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે યોજાનાર અમરેલી જિલ્લાના PM Suraj-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ અંતર્ગત, નમસ્તે (National Action For Machanised Sanitation Ecosystem NAMASTE) અને પીએમ દક્ષ (પ્રધાનમંત્રી દક્ષતા અને કૌશલ્ય સંપન્ન હિતાગ્રહી યોજના) સહિત વિવિધ યોજનાઓના ૧,૨૩૮ લાભાર્થીઓને વિવિધ લાભોથી લાભાન્વિત કરવામાં આવશે.મહત્વનું છે કે,  નગરપાલિકા વિસ્તારના ૭૪૩ લાભાર્થીઓ છે જેમાં અમરેલી ૧૦૮, બાબરા ૪૯, બગસરા ૧૧૧, ચલાલા ૫૪, જાફરાબાદ ૫૪, લાઠી-દામનગર ૭૪, રાજુલા ૧૬૨ અને સાવરકુંડલા ૧૩૧ લાભાર્થીઓનો સમાવેશ થાય છે તેમને પીપીઇ કિટ આપવામાં આવશે. 

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ૨૪૭ લાભાર્થીઓ છે જેમાં તાલુકાવાર અમરેલી-વડીયા-કુંકાવાવ ૧૦૫, બાબરા-લાઠી-દામનગર ૧૪, બગસરા ૩૩, ધારી ૧૮, જાફરાબાદ-ખાંભા-રાજુલા ૧૪, સાવરકુંડલા-લીલીયા ૬૩ લાભાર્થીઓનો સમાવેશ થાય છે. સામાજિક ન્યાય અને અધિકારિતાના ૨૪૮ લાભાર્થીઓ છે જેમાં અમરેલી-વડીયા-કુંકાવાવ ૮૨, બાબરા-લાઠી-દામનગર ૪૩, બગસરા-ધારી ૨૮, જાફરાબાદ-ખાંભા-રાજુલા ૫૯, સાવરકુંડલા-લીલીયા ૩૬ લાભાર્થીઓનો સમાવેશ થાય છે.

જિલ્લાના ૧,૨૩૮ પૈકી ગુજરાત સફાઇ કર્મચારી વિકાસ કોર્પોરેશન, અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, રાષ્ટ્રીય પછાતવર્ગ વિકાસ કોર્પોરેશન, ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગુજરાત અલ્પસંખ્યા નાના અને વિકાસ નિગમ, ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજ સુરક્ષા કચેરી સહિત વિવિધ કચેરી-નિગમોના ૪૯૫ લાભાર્થીઓને સીધા ધિરાણ યોજના અન્વયે આવરી લઇ રુ.૧૭,૫૯,૪૩,૭૨૧ની સહાય-લોન સહાય કરવામાં આવી છે.    આ કાર્યક્રમમાં મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને લાભાર્થીઓ જોડાઇને પ્રધાનમંત્રીશ્રીનું સંબોધન નિહાળી શકશે. વધુમાં વધુ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાવવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/