fbpx
અમરેલી

કે.કે.પારેખ કોમર્સ કોલેજ-અમરેલી ખાતે કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન થયું 

અમરેલી જીલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ દ્વારા સ્નાતક વિદ્યાર્થીઓ તથા અંતિમ સેમેસ્ટરની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પસ પ્લેસમેન્ટમાં, એનઆઈઆઈટી–આઈસીઆઈસીઆઈ  બેંકની ભરતી એજન્સી અને શીતલ આઇસક્રીમ લિ. એ ભાગ લીધો હતો. એનઆઈઆઈટી ના પ્રતિનિધિ  મોહમ્મદ સદામે આઈસીઆઈસીઆઈ બેંકમાં પસંદગી પ્રક્રિયા અને જોબ પ્રોફાઇલ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. શીતલ આઈસ્ક્રીમના એચ.આર. મેનેજરોએ પણ શીતલ આઈસ્ક્રીમમાં પસંદગી પ્રક્રિયા અને જોબ પ્રોફાઈલ વિશે માહિતી આપી હતી. કેમ્પસ પ્લેસમેન્ટમાં ૮૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ૨૧ વિદ્યાર્થીઓ પ્રાથમિક પસંદગી પામ્યા હતા. એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રો. જે. એમ. તળાવિયા અને પ્રો. ડો. એ. બી. ગોરવાડિયા દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટનું અસરકારક રીતે સંચાલન કરવામાં આવ્યું હતું.. કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રો. ડો. એમ. એમ. પટેલના નેતૃત્વ હેઠળ કેમ્પસ પ્લેસમેન્ટનું સંપૂર્ણ આયોજન અસરકારક રીતે થયું હતું તેવું આઈક્યુએસી કો-ઓર્ડિનેટર પ્રો. ભારતીબેન ફિણવીયાએ જણાવ્યુ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/