fbpx
અમરેલી

સાવરકુંડલામાં સર્વ જ્ઞાતિ ૩૧ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન 

બાબા રામદેવ યુવક મંડળ દ્વારા સાવરકુંડલામાં ૩૧ નવયુગલોના દ્વિતીય સર્વ જ્ઞાતિ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે . આ લગ્નોત્સવ ૧૩-૩-૨૪ ના રોજ યોજાશે. આ લગ્નોત્સવનો મુખ્ય હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના લગ્ન કરાવવાનો છે. આ ઉપરાંત, યુવા પેઢીમાં સમાજ સુધારાના સંદેશાને પ્રોત્સાહન આપવાનો પણ આ એક નમ્ર પ્રયાસ છે. આ લગ્નોત્સવમાં ભાગ લેનારા ૩૧ નવયુગલોને બાબા રામદેવ યુવક મંડળ દ્વારા ૫૦ પ્રકારની ગૃહસ્થી સામગ્રી અને સંતો મહંતો તેમજ મહાનુભાવો દ્વારા આશીર્વાદ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં, દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવમાં પ્રથમ દીપ પ્રાગટ્ય મહામંડલેશ્વર મસ્તરામ બાપુ તથા સંતો  મહંતો તેમજ મહાનુભાવના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવશે ત્યારબાદ હસ્તમેળા તેમજ ભોજનના દાતા શ્રી મસાપીર નાના ઝીંઝુડા દ્વારા  સુંદર વ્યવસ્થા કરવામાં આવશે

આ લગ્નોત્સવમાં સમગ્ર ગુજરાતના અનેક સંતો મહંતો દાતાશ્રીઓ તેમજ મહાનુભાવો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.  બાબા રામદેવપીર મંદિર બોઘરીયાણી ખોડીયાર મંદિર રોડ , ડેમ ની બાજુમાં સાવરકુંડલા ખાતે યોજાનાર આ સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવે છે.આ સંદર્ભે બાબા રામદેવ યુવક મંડળના સ્વયંસેવકો છેલ્લા ૯૦ દિવસથી આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેમ આશ્રમના મહંત પ્રેમપુરી બાપુની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/