fbpx
અમરેલી

વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત દીપક હાઈસ્કૂલમાં બોર્ડના પરિક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવાઈપ્રાંત અધિકારી મહેશભાઈ નાકીયા સહભાગી થઈ શુભકામનાઓ પાઠવી

વિદ્યાભારતી ટ્રસ્ટ – અમરેલી સંચાલિત દીપક હાઈસ્કૂલમાં આજે તા. ૧૧-૦૩-૨૦૨૪ ના રોજ ધો. ૧૦ અને ધો. ૧૨ ના બોર્ડની પરીક્ષાઓ શરૂ થતા અમરેલી જિલ્લાની અગ્રણી સેવાભાવી એન.જી.ઓ. લાયન્સ કલબ ઓફ અમરેલી ( સીટી ) દ્વારા પ્રથમ દિવસે પરિક્ષાર્થી ભાઈ – બહેનોને પરીક્ષામાં ઉજ્જવળ સફળતા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. અમરેલીના પ્રાંત અધિકારી શ્રી મહેશભાઈ નાકિયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પરીક્ષાાર્થીઓને મહત્વના સુંદર
ભવિષ્ય માટે આત્મવિશ્વાસ, શાંત ચિત્તે અને સકારાત્મક અભિગમ સાથે પરીક્ષા આપીને ખૂબ સારી સફળતા મેળવી એક આદર્શ વિદ્યાર્થી દ્રારા સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનમાં સહભાગી થાઓ એવી પરીક્ષાાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા દરેક પરીક્ષાથી ભાઈ – બહેનોને ચોકલેટ તથા પેન વિતરણ કરવામાં આવ્યા હતા.


આ તકે દિપક હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અમિતભાઇ ઉપાધ્યાયએ સૌને આવકાર્યા હતા. પરીક્ષાાર્થીઓને શુભેચ્છા પાઠવવાના યોજાયેલ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ લાયન કિશોરભાઈ શિરોયા, સેક્રેટરી લાયન રૂજુલભાઈ ગોંડલીયા, ટ્રેઝરર લાયન બિમલભાઈ રામદેવપુત્રા, લાયન એમ. એમ. પટેલ, , લાયન રમેશભાઈ ગોલ, , લાયન વિનોદભાઈ આદ્રોજા, અર્જુન શિરોયા તથા શ્રીમતી રેખાબેન એમ. પટેલ, શ્રીમતી મીન્ટુબેન શિરોયા વગેરે ઉપસ્થિત રહયા હતા તેમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ની યાદી જણાવે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/