fbpx
અમરેલી

કોઈ સમાજ કે, રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણ એ અનિવાર્ય શરત છેવિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા

ટૂકા ગાળામાં અમરેલી-કુંકાવાવ વિસ્તારમાં અંદાજીત રૂ. ૬૪૭.૪૦ લાખના ખર્ચે પ્રાથમિક શાળાઓના ૬૭ ઓરડા મંજૂર કરાવતાં શ્રી કૌશિકભાઈ વેકરિયા
૩૮૩.૪૪ લાખના ખર્ચે ૩૬ જેટલા ઓરડાંઓનું કામ પૂર્ણ, રૂ. ૨૮૩.૯૬ લાખના ખર્ચે ૩૧ ઓરડાંઓનું કામ પ્રગતિ તળે જે ટુંક સમયમાં જ પૂર્ણ થશે મોટી કુકાવાવ ગામે અંદાજીત ૧ કરોડ ૪૦ લાખથી વધુ રકમના ૭ ઓરડાના કામનું ખાત મહુર્ત પૂર્ણ

અમરેલી તા.૧૩ માર્ચ,૨૦૨૪ (મંગળવાર) કોઈ સમાજ કે, રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણ એ અનિવાર્ય શરત છે આથી જ શિક્ષણનું મહત્વ સમજીને રાજ્ય સરકારે બજેટમાં મોટો હિસ્સો શિક્ષણ ક્ષેત્ર માટે ફાળવ્યો છે. આ શબ્દો રાજ્ય વિધાનસભાના નાયૂ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ કુકાવાવ પે સેન્ટર શાળાના કુલ ૭ ઓરડાંના ખાતમુર્હૂત સમયે ઉચ્ચાર્યા હતા. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વેકરિયાએ વધુમાં જણાવ્યું કે, અમરેલી જિલ્લો પણ શિક્ષા ક્ષેત્રે પાછળ ન રહે તે માટે અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેના થકી જ અમરેલી-કુંકાવાવ વિસ્તારમાં રૂ. ૬૪૭.૪૦ લાખના ખર્ચે પ્રાથમિક શાળાઓના ૬૭ ઓરડા મંજૂર કરવામાં આવ્યા છે. તેમાંથી રૂ. ૩૮૩.૪૪ લાખના ખર્ચે ૩૬ જેટલા ઓરડાંઓનું કામ પૂર્ણ થઈ ચૂક્યુ છે અને રૂ. ૨૮૩.૯૬ લાખના ખર્ચે ૩૧ ઓરડાંઓનું કામ પ્રગતિ તળે છે. જે ટુંક સમયમાં જ પૂર્ણ થશે તેવો આશાવાદ સેવ્યો હતો. શ્રી વેકરિયાએ શાળાઓના ઓરડાંઓનું કામ મજબૂત અને ગુણવત્તાયુક્ત થાય તે જોવા અધિકારીશ્રીઓ અને ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/