fbpx
અમરેલી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે યોજાયેલ યુવક મહોત્સવના કલા વિભાગમાં શ્રીમતી ઘેલાણી મહિલા કોલેજની બહેનોની સિદ્ધિઓ 

શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ, સાવરકુંડલાની વિદ્યાર્થીની બહેનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા તા.૧૧ અને ૧૨ માર્ચે  યુવક મહોત્સવ યોજાયો હતો,જેમાં કલા વિભાગની આઠ જેટલી સ્પર્ધાઓમાં અમારી વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધેલ હતો,તેમાંથી હસ્તકલા હોબીમાં સોજીત્રા કૃશાલી કમલેશભાઈએ પ્રથમ ,સર્જનાત્મક કારીગરીમાં નગવાડિયા છાયા ગુણવંતભાઈએ દ્વિતીય તથા કોલાજમાં સાંગાણી ચિન્ટુ નંદલાલભાઈએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.તેમણે સમગ્ર યુનિવર્સિટીમાં આ સિદ્ધિ હાંસલ કરીને નુતન કેળવણી મંડળ તેમજ મહિલા કોલેજને ગૌરવ અપાવ્યું છે, આ તમામ સ્પર્ધાઓ ડો. પ્રતિમાબેન શુક્લના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલી હતી. જેમાં ડો.હરિતા જોશી અને ડો.કે.પી. વાળાનો સહયોગ રહ્યો હતો. કોલેજના કાર્યકારી આચાર્ય ડી.એલ.ચાવડા  અને સમગ્ર સ્ટાફ તથા નુતન કેળવણી મંડળના પ્રમુખશ્રી,ઉપપ્રમુખશ્રી,મેનેજીંગ ટ્રસ્ટી તથા વિભાગીય ટ્રસ્ટી તથા સર્વે ટ્રસ્ટીઓ સર્વે વિજેતા બહેનોને અભિનંદન પાઠવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/