fbpx
અમરેલી

જંતુનાશક દવાના વિક્રેતાઓ પર કડક કાર્યવાહી:જિલ્લામાં જંતુનાશક દવાના ૧૬૬ વિક્રેતાઓના લાયસન્સ રદ્દ

 જિલ્લામાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બિયારણનાં તમામ વિક્રેતાઓને આપવામાં આવેલા પરવાનાઓ સમયસર રિન્યુ કરાવવા તેમ જ પરવાનામાં આપવામાં આવેલ બોલીઓ અને શરતોનું ચુસ્ત પાલન કરવું, સરકાર માન્ય રાસાયણિક ખાતર, સરકારી રજિસ્ટ્રેશન થયેલ જંતુનાશક દવા અને બિયારણનું જ વેચાણ કરવા જણાવવામાં આવ્યું હતું.

સરકારી રજિસ્ટ્રેશન થયું ન હોય તેવા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર, જંતુનાશક દવા કે બિયારણનું વેચાણ કરવું નહિ તેમ જ વેચાણ કરવામાં આવી હોય તેવી વસ્તુઓનું પાકું બિલ આપવું અને સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા નિયત ધારા-ધોરણો મુજબ સ્ટોક રજીસ્ટર નિભાવવું, સ્ટોક રજીસ્ટર જે-તે તાલુકાનાં એગ્રીકલ્ચર ઇન્સપેક્ટર દ્વારા પ્રમાણિત કરાવવું, જંતુનાશક દવાંના લાયસન્સમાં દર વર્ષે કેટલી જંતુનાશક દવાનું વેચાણ કરવામાં આવ્યું છે તેની માહિતી લાયસન્સીંગ ઓથોરિટીને આપવી આવશ્યક છે.

          આ સૂચનાઓનું પાલન ન કરનાર અમરેલી જિલ્લાના ૧૯૭ વિક્રેતાઓના લાયસન્સ પ્રથમ તક આપી મોકુફ કરવામાં આવ્યા હતા, તે પૈકી ૩૧ વિક્રેતા દ્વારા જરુરી ખુલાસા અને આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. બાકી રહેતા ૧૬૬ વિક્રેતાઓ દ્વારા જરૂરી આધાર પુરાવા અને ખુલાસા રજૂ ન કરવામાં આવતા અમરેલી જિલ્લા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા આ તમામ વિક્રેતાઓનાં જંતુનાશક દવાના પરવાના કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા હતા.

          અમરેલી જિલ્લા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા એક અખબારી યાદીમાં તાકીદ કરવામાં આવી છે કે, જિલ્લાના તમામ વિક્રેતાઓને આપવામાં આવેલ જંતુનાશક દવા, બિયારણ અને રાસાયણિક ખાતરનાં પરવાનાઓની બોલીઓ અને શરતોનું કડક રીતે પાલન કરવું અન્યથા નિયમોનું પાલન નહીં કરનાર વિક્રેતાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/