fbpx
અમરેલી

કાણકિયા કોલેજના અર્થશાસ્ત્ર વિભાગના પ્રો.ડો.બી.ડી.વરૂ નો નિવૃત્તિ વિદાય સમારોહ ભવ્ય રીતે સંપન્ન

શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલામાં આજરોજ અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડો.બી.ડી.વરૂ સાહેબનો નિવૃત્તિ વિદાય સમારોહનું આયોજન કરવામાં આવેલ. સમારોહની શરૂઆત ઉપસ્થિત પૂ.ભક્તિરામ બાપુ (માનવ મંદિર સાવરકુંડલા), પ્રિ.ડો.રાજેશભાઈ દવે (ડીન, ફેકલ્ટી ઓફ કોમર્સ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ તથા પ્રિન્સિ. શ્રી યોગીજી મહારાજ મહાવિદ્યાલય, ધારી),  પ્રતાપભાઈ ખુમાણ (સનરાઈઝ સ્કુલ), નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય તથા પૂ. લલ્લુભાઈ શેઠ તથા પૂ.જોગીદાસ બાપુ ખુમાણના ફોટાઓને ફુલહાર કરી સમારોહ ખુલ્લો મુકવામાં આવેલ.વા.પ્રિ.રીન્કુબેન ચૌધરીએ સમારોહમાં પધારેલ સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરેલ તેમજ પ્રા.ડો.એમ.જે.પટોળીયાએ ડો.વરૂસાહેબના સન્માન પત્રનું સુંદર રીતે વાંચન કરેલ.

નિવૃત્ત સન્માન અંતર્ગત પૂ.ભક્તિરામ બાપુએ શાલ તથા ફુલહારથી વરુ સાહેબનું સન્માન કરી શાબ્દિક આશિર્વચન પાઠવેલ. ત્યારબાદ નૂતન કેળવણી મંડળના મેને.ટ્રસ્ટી જયંતીભાઈ વાટલીયા તથા ટ્રસ્ટી કનુભાઈ ગેડિયાએ તથા પ્રિ.ડો. એસ.સી.રવિયા, તમામ શૈક્ષણિક સ્ટાફ (અધ્યાપક મંડળ), અર્થશાસ્ત્ર વિભાગ, બિનશૈક્ષણિક તથા વીઝીટીંગ સ્ટાફ દ્વારા વરૂ સાહેબનો સત્કાર સન્માન કરેલ. સમારોહમાં વિશેષ ઉપસ્થિત પ્રતાપભાઈ ખુમાણ (વ્હીસલ બ્લોઅર પત્રકાર શ્રી)  દ્વારા વરુ સાહેબનું સન્માન કરી પ્રાસંગિક ઉદબોધન કરેલ. આ સમારોહમાં ખાસ ઉપસ્થિત  સુધીરભાઈ મહેતા (લેખક), કાઠી સમાજના અગ્રણીશ્રીઓ  મંગળુભાઈ ખુમાણ, કેતનભાઇ ખુમાણ, વનરાજભાઈ ખુમાણ, મહેન્દ્રભાઈ ખુમાણ, અજીતભાઈ ખુમાણ, અનિરુદ્ધભાઈ ચાવડા,અશોકભાઈ ખુમાણ (ઠવી), યોગેશભાઈ ખુમાણ,ભુપેન્દ્રભાઈ, જોરુભાઈ (મેકડા), પ્રવીણભાઈ કોટીલા તેમજ અન્ય મહાનુભાવોએ ખૂબ જ ઉમળકાભેર વરુ સાહેબનું સન્માન કરી

તંદુરસ્ત અને દીર્ઘાયું જીવનની શુભેચ્છાઓ પાઠવેલ.અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો.ડો.પી.ડી.રાણીપાએ  પોતાના પ્રવચનમાં વરૂસાહેબ સાથેના શૈક્ષણિક સંસ્મરણો યાદ કરેલ. અર્થશાસ્ત્ર વિભાગના પ્રતિનિધિ સ્વરૂપ વિદ્યાર્થી ભાવિન વ્યાસે પણ વક્તવ્ય આપેલ.કાણકિયા કોલેજની તેમજ સમગ્ર પોતાની ૩૨ થી વધુ વર્ષની શૈક્ષણિક યાત્રાને પ્રો.ડો.બી.ડી. વરૂસાહેબે પોતાની આગવી શૈલીમાં રજૂ કરી સૌને ભાવ તરબોળ કરેલ. ત્યારબાદ સમારંભના અધ્યક્ષ શ્રી પ્રિ.ડો રાજેશભાઈ દવેએ પોતાના વક્તવ્યમાં વરૂસાહેબની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા, સત્યપ્રિયતા, તેમનો ભજનાનંદ, યુનિવર્સિટીની કે ચૂંટણીની કામગીરી દરેકમાં તેમનો વિશિષ્ટ અને નોંધપાત્ર ફાળો રહ્યો છે તેનો વિશેષ ઉલ્લેખ કરેલ.. કાર્યક્રમના અંતે આભાર વિધિ પ્રો.ડો.આશિષભાઈ ચૌહાણે  (ગુજરાતી વિભાગ) કરેલ. તેમજ સમગ્ર કાર્યક્રમને ઉત્તમ રીતે સફળ બનાવવા પ્રિ.ડો.એસ.સી.રવિયા તથા સમગ્ર સ્ટાફ ગણે વિશેષ જહેમત ઉઠાવેલ એમ પાર્થ ગેડીયાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/