fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આશા વર્કર બહેનોની દસ દિવસીય ટ્રેનિંગ તેમજ સંમેલનની ઉજવણી કરવામાં આવી.

સાવરકુંડલા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આશા વર્કર બહેનો ની દસ દિવસીય ટ્રેનિંગ તેમજ સંમેલનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાવરકુંડલા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મીના સાહેબ તથા ડોક્ટર પારઘી સાહેબ દ્વારા આશા બહેનોને એચ.બી.એન.સી. અને એચ બી વાય.સી.ની તાલીમ દસ દિવસની આપવામાં આવી હતી જેમાં માતા અને બાળકના મૃત્યુ અટકાવવા માટે આશા બહેનોને મૂળભૂત તાલીમ આપવામાં આવી અને અંતિમ દિવસે આશા સંમેલનમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા માતા અને બાળકને બચાવવા માટે થતા તમામ શક્ય પ્રયત્નો આશા બહેનો દ્વારા ગામડે ગામડે કરવામાં આવે છે તેની પ્રશંસા તેમ જ તેમને સાડી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.અને તેમને પડતી અડચણોની ચર્ચા તેમજ સમાધાન આપવામાં આવ્યુ આ કાર્યક્રમને સફળ બનાવવા સુપરવાઇઝર સંજયભાઈ, ચાવડાબેન, રોહિતભાઈ, અશોકભાઈ તેમજ અન્ય તમામ ભારે જહમત ઉઠાવી હતી. એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/