fbpx
અમરેલી

16 કરોડના ખર્ચે સાવરકુંડલા બાયપાસથી અમરેલી બાયપાસનો 7 કિલોમીટરનો બનશે સી.સી.રોડ વાદ નહિ વિવાદ નહી વિકાસ સિવાય વાત નહિ – મહેશ કસવાળા

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક પર માત્રને માત્ર વિકાસના મંત્રને સાર્થક સાબિત કરવા ધારાસભ્ય મહેશ કસવાળાએ ગાંધીનગર સચિવાલય માંથી અઢળક ગ્રાન્ટો સરકારશ્રી માંથી મંજૂર કરાવીને સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકને સુવર્ણ કુંડલા બનાવવાની ધગશ સાથે કરેલ કામગીરીઓના ફળ સ્વરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વધુ 72 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરી હતી જેમાં સાવરકુંડલા બાયપાસથી અમરેલી બાયપાસ સુધીના સાવરકુંડલા ના માર્ગને સી.સી.રોડથી મઢી દેવા માટે 16 કરોડની રકમ મંજૂર કરી હતી

તો સાવરકુંડલા શહેર ગંદકીથી તરબતર રહેતા નદી સહિતના અનેક વિસ્તારોમાં ગટરના પાણીનો પ્રશ્ન ભૂતકાળ બનાવવા માટે 56 કરોડ જેવી રકમથી દરેક વિસ્તારો આવરી લઈને દરેક વોર્ડની સોસાયટીઓ, શેરીઓ બાકી ના રહે તેવા અભિગમ સાથે નગરપાલિકાના વિસ્તારો ઉડીને આંખે વળગે તેવા અભિગમ સાથે વિકાસના કાર્યમાં વેગ મળવાના ધ્યેયથી કાર્યશિલ ધારાસભ્ય મહેશ કસવાળાએ 72 કરોડ જેવી રકમ મંજૂર કરાવેલ છે જ્યારે સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકમાં માંગો ત્યારે વિકાસની ગ્રાન્ટ આપતા ગરવી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સહ્રદય આભાર ધારાસભ્ય કસવાળાએ વ્યક્ત કર્યો હતો જ્યારે સાવરકુંડલા વાસીઓ માટે માથાનો દુખાવો સાબિત થતો સાવરકુંડલા બાયાપાસથી અમરેલી બાયપાસ સુધીનો માર્ગ સી.સી.રોગથી મઢાઈ જાય તો વાહનચાલકો માટે આશીર્વાદ રૂપી કાર્ય સાર્થક કરનાર ધારાસભ્યને પાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિક નાકરાણી, કારોબારી ચેરમેન અશોક ચૌહાણ સહિતના સત્તાધીશ પાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ વધાવી લીધા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/