fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાનેપ્રિન્ટીંગ પ્રેસના માલિકો-સંચાલકોની બેઠક સંપન્ન

 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. આદર્શ આચાર સંહિતાના સુચારુ અમલીકરણ માટે અમરેલી જિલ્લામાં ચૂંટણી પ્રચાર-પ્રસાર દરમિયાન રાજકીય પક્ષો દ્વારા પ્રકાશિત કરવામાં આવતા પોસ્ટર,  બેનર્સ, પેમ્ફલેટ સહિતના સાહિત્યના પ્રકાશનમાં તેના લખાણ સહિતની બાબતોમાં આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવાના હેતુથી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ અમરેલી જિલ્લાના પ્રિન્ટીંગ પ્રેસના માલિકો/સંચાલકો સાથે એક બેઠક યોજી હતી.

     આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પ્રિન્ટીંગ પ્રેસના સંચાલકોએ નિભાવવાના થતા રજિસ્ટર અને નિયત નમૂનાઓ અંગે વિગતો આપી તે નિભાવવા અંગેનું માર્ગદર્શન આપ્યુ હતુ.  પ્રિન્ટીંગ થયેલા સાહિત્યની નિયત નકલો, નિયત સમયમર્યાદામાં અમરેલી જિલ્લા ચૂંટણી શાખા, નિવાસી અધિક કલેકટરશ્રીને અને આદર્શ આચાર સંહિતા અમલીકરણ નોડલ અધિકારીશ્રી સહિતના સંબંધિત અધિકારીશ્રીઓને પહોંચાડવાની વ્યવસ્થા જળવાય રહે તે જોવા સુનિશ્ચિત કરવા જણાવ્યુ હતુ. વધુમાં તે ખર્ચની વિગતો નિયત રીતે નિભાવવામાં આવે અને પ્રિન્ટીંગ થનાર સાહિત્યના ખર્ચની માહિતી પણ આ સાથે નિયત નમૂનાઓમાં જોડવાની રહેશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સક્સેનાએ, લોકપ્રતિનિધિ એક્ટ અંતર્ગત આ કાયદાની જોગવાઈ અને તેના અમલીકરણ ન થવા પર થતી કાર્યવાહી અંગે વિગતો આપી હતી.

આ બેઠકમાં પ્રિન્ટીંગ પ્રેસના સંચાલકો-માલિકો, નિવાસી અધિક કલેક્ટરશ્રી, આદર્શ આચાર સંહિતા અમલીકરણ નોડલ અધિકારીશ્રી, જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને પ્રિન્ટીંગ વ્યવસાય સાથે સંકળાયેલા માલિકો-સંચાલકશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/