fbpx
અમરેલી

MCMC ટીવી ચેનલ મોનીટરિંગ કામગીરી – ચૂંટણીફરજ પરના કર્મચારીઓની તાલીમ યોજાઈ

૪-અમરેલી લોકસભાની ચૂંટણી અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી આદર્શ આચાર સંહિતના ભાગરુપે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીડિયા સર્ટિફીકેશન અને મોનીટરીંગ કમિટી (MCMC) અંતર્ગત કંટ્રોલ રુમ કાર્યરત છે. આ કંટ્રોલ રુમ ખાતે ઈલેક્ટ્રોનિક મીડિયા – ટીવી ચેનલનું મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.

        મુક્ત અને પારદર્શક ચૂંટણીના સુચારુ સંચાલન તેમજ ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ કંટ્રોલ રુમની કામગીરીના હેતુથી ચૂંટણી ફરજ પરના કર્મચારીઓની એક તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને અમરેલી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સકસેના દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

        આ તાલીમમાં તેમણે પેઇડ ન્યૂઝ, આદર્શ આચાર સંહિતા ભંગને લગતા સમાચારો, અંગત ટીપ્પણીઓ,  હેટ સ્પીચ સહિતના મુદ્દાઓ ટીવી ચેનલ પર પ્રસારિત થતાં હોય તેવા સમયે ચૂંટણી ફરજલક્ષી કામગીરી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ ફેક ન્યૂઝ અથવા તો તથ્યોથી વિપરીત હોય તેવી વિગતોના ટીવી ચેનલ પર પ્રચાર-પ્રસાર થઇ રહ્યો હોય તો તે અંગેના મોનીટરિંગ તેમજ તેના નિયત નમૂનામાં સમય મર્યાદામાં રિપોર્ટીંગ અંગે કરવાના થતી કામગીરી અંગે માર્ગદર્શન પણ તેમણે આપ્યુ હતુ.

        MCMC કમિટીના નોડલ અધિકારીશ્રી-વ-નાયબ માહિતી નિયામકશ્રીએ ટીવી ચેનલ મોનીટરિંગ કંટ્રોલ રુમ પર થઇ રહેલી ચૂંટણીલક્ષી કામગીરી તેમજ ત્યારબાદ કરવામાં આવતા પેઇડ ન્યુઝ અને જાહેરખબરના રિપોર્ટ અંગે કરવામાં આવતી કામગીરી વિશે માહિતગાર કર્યા હતા.  આ તાલીમમાં અમરેલી જિલ્લા માહિતી કચેરી MCMC કમિટીના તેમજ ચૂંટણી ફરજ પર રોકાયેલા MCMC કંટ્રોલ રુમના કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/